Trending News
શિક્ષણ સમાચાર

એચ ટાટ પરીક્ષા અને બીએલઓની ખાસ ઝુંબેશ એક જ દિવસે યોજાતાં શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા 

16 October


તારીખ બદલવા શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાઈ રજૂઆત


ભુજ - કચ્છઉદય : રાજ્યમાં આગામી ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાનાર મુખ્ય શિક્ષક કસોટી એચ ટાટ અને ચૂંટણી પંચના મતદારયાદીની ખાસ સુધારણા ઝુંબેશ એક જ દિવસે આવતી હોવાથી હજારો શિક્ષકો ભારે વિમાસણમાં મુકાયા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યભરમાંથી ૨૬,૦૦૦થી વધુ શિક્ષકો ભાગ લેવાના છે. બીજી તરફ, ચૂંટણી પંચ દ્વારા યોજાનાર ખાસ ઝુંબેશમાં પણ બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોની હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને આ અંગે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે. સંગઠને માંગ કરી છે કે શિક્ષકો પરીક્ષા અને ચૂંટણીલક્ષી ફરજ બંને યોગ્ય રીતે બજાવી શકે તે માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ અથવા એચ ટાટ પરીક્ષાની તારીખમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે.
---------- 

Comments

COMMENT / REPLY FROM