Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવન દ્વારા "સ્કીલાથોન" પ્રશિક્ષણ સ્પર્ધાનું સફળ આયોજન 

16 October



ભુજ-કચ્છઉદય : તા. ૧૫ મી સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા એવા ડો. એ.પી. જે અબ્દુલ કલામના ૯૫મા જન્મદિવસ નિમિત્તે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવન દ્વારા યુનિવર્સિટી સંલગ્ન ૦૭ બી.એડ્‌. કોલેજોમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના પ્રશિક્ષણાર્થીઓ માટે "સ્કીલાથોન" (વિવિધ કૌશલ્યોનીમાઇકોર્ટિંગ સ્પર્ધા)નું આયોજન શિક્ષણશાસ્ત્ર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે એસ.ડી. શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન, મુન્દ્રાના પૂર્વ આચાર્ય અને પૂર્વ ડીન, શિક્ષણશાસ્ત્ર તથા જાણીતા શિક્ષણવિદ ડો. એલ.વી. ફફલ હાજર રહ્યા હતા. તેઓએ સૌને શિક્ષણ કૌશલ્ય વર્ધન માટે પ્રેરણા આપી હતી. યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે પરીક્ષા નિયામક ડૉ. તેજલ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ બી.એડ્‌. કોલેજના આચાયો, શિક્ષણશાસ્ત્ર ભવનનાજ પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં શિક્ષણ સાથે જુદી જુદી ફરજોમાં જોડાયેલા તેઓ નિર્ણાયક તરીકે તથા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના જુદા-જુદા અધ્યક્ષો અને સ્ટાફગણ તથા બી.એડ્‌. કોલેજોના ૭૦ જેટલા પ્રશિક્ષણાર્થીઓ સ્પર્ધક તરીકે હાજર રહ્યા હતા.
આ સ્પર્ધામાં માઈક્રોટીચિંગના જુદા જુદા કૌશલ્યોમાં વિજેતાઓને શિલ્ડ અને સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણશસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ડી. એમ. બકરાણીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ તથા કુલ સચિવ ડો. અનીલ ગોર દ્વારા સૌને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા. 
-------

Comments

COMMENT / REPLY FROM