આરાધના ભવન જૈન સંઘ ભુજમાં આસો શાશ્વતી ઓળીની ૯ દિવસીય આરાધનાનો ૧૮મીથી શુભારંભ થશે
ભુજ-કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે સુવિશાલ ગચ્છાધિપતિ, પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલ્પતરૂ સુરીશ્વરજી મ.સા.ની અનુજ્ઞા અને આશીર્વાદથી લાભાર્થી દાતા લીલાવંતીબેન મનસુખલાલ ગણેશભાઈ શેઠ પરિવાર લલીયાણા હાલે ભુજના સહયોગથી તા. ૧૮-૧૦ રવિવારના રોજ તન, મનના રોગોનો નાશ કરનાર આસો શાશ્વતી ઓળીની ૯ દિવસીય આરાધનાનો શુભારંભ થશે.
પ્રશાંતમૂર્તિ પ.પૂ.આ.ભ. આનંદવર્ધન સુરીશ્વરજી મ.સા., પ્રખર પ્રવચનકાર પ.પૂ.આ.ભ. આત્મદર્શનસુરીશ્વરજી મ.સા., આદી ઠાણા-૧૮ની પાવન નિશ્રામાં તૃષ્ણાથી તૃપ્તી તરફ લઈ જનાર આ આસો શાશ્વતી ઓળીનો શુભારંભ તા. ૧૮-૧૦ રવિવારથી થશે. જેની પુર્ણાહુતિ તા. ર૬-૧૦ના થશે. તેમજ તા. ર૭-૧૦ મંગળવારના તપસ્વી રત્નોનો પારણા મહોત્સવ યોજાશે. આ ૯ દિવસીય આરાધનામાં ૩૦૦૦ કરતાં પણ વધારે આરાધકો આયંબીલ તપમાં જોડાશે તેવું માનદમંત્રી ચંદુલાલભાઈ ગઢેચા અને મીડિયા કન્વીનર વેલજીભાઈ મહેતાની સંયુકત યાદીમાં જણાવાયુૃ છે.
-------

Comments