Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ નેક્સા શો-રૂમ પાસે  ટ્રેલરની ટકકરે યુવાનનું મોત

15 October


 અંજાર-ભુજ હાઇવેઃ સાપેડા બાયપાસ પાસે માતાના મઢ ચાલતા જઈ રહેલા યુવાનને ટ્રકે અડફેટે લેતા મોત

ગાંધીધામ- કચછઉદય :  ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેક્સા શો-રૂમથી એરપોર્ટ જતા રોડ પર દરગાહ પાસે આવેલા પુલિયા પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા ટાટા કંપનીના સફેદ રંગના નંબર વગરના ટ્રેલર (ધોડા)ના ચાલકે પોતાના વાહનને પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રાજારામ ચૌહાણની મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર રાજારામને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે તેમની પાછળ બેસેલ વિનોદ નામના શખ્સને ગંભીર ઇજાઓ થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ચાલક વાહન મૂકી નાસી છૂટતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
બીજીતરફ અંજાર-ભુજ હાઇવે પર સાપેડા ગામ બાયપાસ નજીક પદયાત્રા કરી રહેલા યુવાનને અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૂળ મેઘપર બોરેચીના રમેશબહાદુર સોનીના પુત્રો દિવ્યેશ (ઉ.વ. ૨૨) અને દેવાંગ (ઉ.વ. ૧૫) પગપાળા માતાના મઢ જઈ રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા ટ્રકચાલકે ફુલ સ્પીડમાં અને બેદરકારીથી વાહન ચલાવી દિવ્યેશને 
પાછળથી ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સારવાર દરમિયાન દિવ્યેશનું મોત થતા અંજાર પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM