Trending News
ક્રાઈમ

ગાંધીધામના પ્રોહિબિશન કેસમાં એક વર્ષથી નાસતા આરોપીને જામનગરથી ઝડપી પાડ્યો

15 October



ગાંધીધામઃ પૂર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલા “Mission Fungitive” અભિયાન અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા 
આરોપીને જામનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોરના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી જામનગરમાં હોવાની માહિતી મળતાં ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીની ઓળખ પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ કરમશીભાઈ ગજરા  ઉંમર ૩૯ વર્ષ, રહે. જામનગર તરીકે થઈ છે. તે ગાંધીધામ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો હતો. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર, 
પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા,PSI પી.એન. ઝાલા અને ટીમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM