Trending News
સ્થાનિક સમાચાર

આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

15 October



ભુજ - કચ્છ ઉદય : યુવાનોમાં આપત્તિ સામે જાગૃતિ અને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી વધારવાના હેતુથી માય ભારત ભુજ દ્વારા આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આપત્તિ સમયે સાવચેતી, જોખમ નિવારણ અને સુરક્ષિત સમાજના નિર્માણ અંગે સમજ આપવામાં આવી હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત માય ભારત ભુજ દ્વારા જિલ્લા યુવા અધિકારી અમિત શર્માના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને આપત્તિનો સામનો કરવા સક્ષમ બનાવવા અને સમાજમાં સ્વયંસેવક તરીકે સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરિત કરવા પર ભાર મૂકાયો હતો. કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા જાળવવા તથા આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય એન.કે. સીજુ અને વિદ્યુત નિરીક્ષક કચેરીના વરિષ્ઠ કારકુન એમ. આઈ. બાયડ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હેતલબેન પોકાર અને એસ.બી. રહેવરે આભારવિધિ કરી હતી. આયોજનની જવાબદારી માય ભારત ભુજના સ્વયંસેવકો શંકર ગઢવી, ભરતભાઈ રાઠોડે સંભાળી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM