Trending News
સ્થાનિક સમાચાર

બાળકો વિજ્ઞાનક્ષેત્રે હરણફાળ ભરે : વિનોદ ચાવડા

15 October


સુખપર (રોહા) ખાતે વિજ્ઞાન મેળામાં ૧૧પ કૃતિ બાળકોએ રજૂ કરી : સાંસદે વિજ્ઞાન મેળાને ખુલ્લું મુકયું : ભાજપના હોદ્દેદારો, વાલીઓ, બાળકો રહ્યા ઉપસ્થિત 

નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના સુખપર (રોહા) ગામે  જી.સી.ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત મહારાણીશ્રી ગંગાબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ભુજ સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકૂલ અને બ્લોક રિસોર્સ સેન્ટર નખત્રાણા દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદેર્શન ખુલ્લુ મુકતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે, બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી કચ્છનો ડંકો વગાડે. તેમણે છાત્રોને અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપ્રેમી વૈજ્ઞાનિકના જીવનમાંથી પ્રેરણા લેવા શીખ આપી હતી. જિ.પં. ચેરમેન દિનેશભાઈ રૂડાણીએ પણ બાળકોને વિજ્ઞાન ક્ષેત્ર નવી હરોળ ઉભી કરવા હાકલ કરી હતી. પ્રારંભમાં બાળકોએ સ્વાગતગીત, પ્રાર્થનાા રજુ કરી હતી. માધ્યમિક શાળાની ૪૦ અને પ્રાથમિક શાળાની ૭પ કૃતિઓ બાળકોએ પેસ કરી હતી. 
આ વેળાએ તા.પં. પ્રમુખ ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામી, નખત્રાણા નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વેલજીભાઈ વાઘેલા, જિ.પં. ચેરમેન મંજુલાબેન મોહનભાઈ ચાવડા, સરપંચ વિક્રમભાઈ ગરવા, તા.ભા. પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, ચેતનભાઈ ઠક્કર, શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, ગૌતમભાઈ ચૌધરી, બીઆરસી રામુભા વી. જાડેજા, હરદેવસિંહ ડી. જાડેજા, ઝાલા વિરેન્દ્રસિંહ, ભીમજીભાઈ ચેતન પટેલ, દિનેશ વરૂ, મોહનભાઈ ચાવડા, નીતિન ગોસ્વામી, પ્રેમજી પટેલ સહિત પ્રા. શાળાના સ્ટાફ, ગ્રા.પં.નો સ્ટાફ, આસપાસના ગામોના સરપંચો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કોમલબેન સચદેએ કર્યું હતું. 
---

Comments

COMMENT / REPLY FROM