Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ફુલાય સહિતના પંથકમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સામે વિરોધ

15 October


કોંગ્રેસ આગેવાન રાજેશ આહીરે મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ફુલાય તથા આસપાસના વિસ્તારોમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ગંભીર ચિંતા અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ બાબતે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ એમ. આહીરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરી પ્રોજેક્ટની કામગીરી સામે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.  
આ પ્રોજેક્ટના કારણે ફુલાય, તલ, છારી, લૈયારી, મોતીચુર, અજુરીયાવાંઢ, પૈયા, વેડહાર, ગેચડો અને ફીરોવાંઢ તલવાંઢ સહિતના ગામોના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ર્જ  સ્થાનિક લોકોની રજૂઆત મુજબ, પ્રોજેક્ટનું કેટલુંક કામ ગામની હદ અને રહેણાક વિસ્તારથી માત્ર ૫૦૦ મીટર કે તેથી ઓછા અંતરે ચાલી રહ્યું છે, જેને ગામતળથી ઓછામાં ઓછા ૧ કિ.મી. દૂર રાખવાની માંગ કરવામાં આવી છે.    પ્રોજેક્ટને કારણે ગ્રામજનોના આવાંગમનના રસ્તાઓ, પશુઓના ચરીયાણ , પાણી, ખેતી, પશુપાલન અને પરંપરાગત આજીવિકા ઉપર મોટી મુશ્કેલી ઊભી થઈ છે.   પ્રોજેક્ટ વિસ્તારની અંદર કે આસપાસ આવેલા ડેમ, તળાવો, કુદરતી જળમાર્ગો અને અન્ય જળસ્રોતોને નુકસાન કે અવરોધ ન થાય તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરાઈ છે.  પ્રોજેક્ટની કામગીરીથી કુદરતી પર્યાવરણ, વનસ્પતિ, વન્યજીવો, ઘાસ ચરિયાંણની જમીન અને કુદરતી સંસાધનો પર થતી અસરો અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ છે. રજુઆતમાં વિવિધ ગામના સરપંચો, આગેવાનો જોડાયા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM