Trending News
સ્થાનિક સમાચાર

જાયન્ટસ ગ્રુપ ભુજ દ્વારા જાયન્ટસ સેવા સપ્તાહની ઉજવણી 

09 October



ભુજ-કચ્છઉદય : જાયન્ટસ ગ્રુપ ભુજએ ભારતમાં સ્થાપવામાં આવેલ આંતરરાષ્ટ્રીય એનજીઓ છે જે ૫૪ વર્ષથી દેશ વિદેશમાં ૧૭ થી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન જાયન્ટસ સેવા સપ્તાહની ઉજવણી કરે છે તે મુજબ ચાલુ વર્ષે ભુજ ગ્રુપ દ્વારા સપ્તાહ દરમ્યાન ૪૦+ સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતુૃ. જેમા બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, આંગણવાડી બાળકો માટે પોષણયુક્ત આહાર, સરસ્વતી સન્માન, મેગા આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, ગાયો માટે ઘાસચારો, રેન બસેરા -પાલારા સેવાશ્રમ ખાતે ભોજન, ચકલીઘર, પક્ષીઓ માટે પાણીના કુંડા, યોગને લગતા પ્રોજેક્ટ અને સંગીતને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુૃ. આ માટે સભ્યો તરફથી લગભગ ત્રણ લાખ રૂપિયાનું અનુદાન મળેલ અને મોટી સંખ્યામાં સમાજના જરૂરિયાતમંદ વર્ગને તેનો લાભ મળેલ હતુૃ. આ પસંગે જાયન્ટ સ સાહેલી ઈનચાર્જ  શર્મિષ્ઠાબેન શાહ અને કિશોરીબેન ઝવેરીએ ખાસ હાજરી આપી હતી.
સમગ્ર સપ્તાહને સફળ બનાવવા પ્રમુખ અભિલાષ મહેતા, મંત્રી બિપીનભાઈ ઠક્કર, ખજાનચી હરિલાલ યાદવ, નરેશભાઈ ચૌહાણ, ફેડરેશન પ્રમુખ ડો.મધુકાત આચાર્ય, પ્રદીપ કુમાર જોષી, હેમંતભાઈ ઠક્કર, જયસિંહભાઈ પરમાર, અરૂણકુમાર જોષી, વિનોદભાઇ ચૌહાણ, વાડીલાલ મોરબીયા, મહેશભાઈ ચાવડા, વિનોદભાઈ ગોર, પરેશભાઈ ગુજરાતી, શિવશંકર નાકર, અશોકભાઈ માંડલિયા, દિનેશભાઈ મહેતા, કિશોરભાઈ મહેતા, પ્રદ્યુમ્નસિહ ચુડાસમા,ગોપીબેન રાઠોડ, માલતીબેન, અંજલીબેન મહેતાએ ખાસ જહેમત ઉઠાવી હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM