Trending News
સ્થાનિક સમાચાર

સાંંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા મોદીજીના દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ સાથે અવિરત આગળ ધપતી પદયાત્રા 

09 October



ભુજ - કચ્છઉદય : જનતાની સુખાકારી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સાંસદ વિનોદભાઇ ચાવડા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્યથી “દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ દ્વારા ગુરૂવારની સાંજથી મિરઝાપર ખાતેથી “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રા”નો પ્રારંભ કરાયો હતો, જે શુક્રવારના પણ અવિરત આગળ વધી હતી. પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેમ્પોના સંચાલકો, સેવાભાવી કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા સાંસદનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. કેમ્પોમાં પદયાત્રીઓ માટે કરવામાં આવેલી સેવાકીય વ્યવસ્થાઓની મુલાકાત લઈ પદયાત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પદયાત્રા દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના માનકુવા પોલીસ પરિવાર દ્વારા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પ ખાતે સાંસદનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ દ્વારા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના બેગ પર રિફ્લેક્ટિવ રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી, જેથી રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને માર્ગ સુરક્ષામાં વધારો થાય. આ સેવાકીય પ્રવૃત્તિમાં સાંસદે પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની અન્ય પદયાત્રીઓના બેગ પર જાતે રિફ્લેક્ટિવ રેડિયમ પટ્ટીઓ લગાવી હતી. આ રીતે તેમણે પદયાત્રીઓની સુરક્ષા અને સેવા કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. સુરક્ષાલક્ષી કામગીરીની સરાહના કરવામાં આવી હતી. પદયાત્રીઓ સાથે સહભાગી બની તેમણે સેવાભાવ, સમરસતા અને સામૂહિક સંકલ્પની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું. આમ જનકલ્યાણની ભાવના, વડાપ્રધાનના દીર્ઘાયુષ્યની, ૨૫ વર્ષના સુશાસનની મંગલકામના અને સેવાકીય પ્રવૃત્તિઓના સમન્વય સાથે ‘દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા’ આગળ વધી રહી છે. માર્ગમાં વિવિધ સેવા કેમ્પોના સંચાલકો, સેવાભાવી કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા મળતો સહયોગ પદયાત્રીઓને નવી ઊર્જા અને પ્રેરણા પૂરી પાડી રહી છે.
---------

Comments

COMMENT / REPLY FROM