Trending News
સ્થાનિક સમાચાર

લખપત મામલતદાર દ્વારા સેવાભાવી કેમ્પોની મુલાકાત લીધી 

09 October


નખત્રાણા - કચ્છઉદય : માતાનામઢ ખાતે ચાલતા મેળા દરમ્યાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા કૅમ્પો ઉપર મામલતદાર અને તેમની ટીમ દ્વારા કૅમ્પો ઉપરની વ્યવસ્થાની ચકાસણી કરીને સ્વસ્છતા, જરૂરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, ઈમરજન્સીના કિસ્સાઓ માટે સ્થળ ઉપર ફર્સ્ટ એઇડ કીટ રાખવા, સ્ત્રી પુરૂષો માટે અલગ ટોયલેટ ઉભા કરવા, સીસીટીવી કેમેરોની ઉપલબ્ધિ, સ્વસ્થપ્રદ ભોજન, ચા - નાસ્તો, પાર્કિંગ વ્યવસ્થા વગેરેની સ્થળ ઉપર તપાસ કરેલ અને ખૂટતી કડીઓ માટે જરૂરી સૂચનો આપેલ હતી. મેળા દરમ્યાન કોઈ વહીવટ પ્રશ્નો ઉભા ન થાય અને પદયાત્રીઓને મતાનામઢ ખાતે કોઈ અગવડ ન પડે તે માટે મામલતદારની ટીમ સતત મોનીટરીંગ અને વ્યવસ્થા જાળવી રહી છે. સમગ્ર ગુજરાતના મહેસુલી કર્મચારીઓ હડતાળ ઉપર હોવા છતાં મામલતદાર કચેરી લખપતના કર્મચારીઓમાં આશાપુરાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓફિસમાં હડતાળ પાડી માતાનામઢ ખાતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
----

Comments

COMMENT / REPLY FROM