નખત્રાણા મદદનીશ કલેક્ટરની બે ટીમો દ્વારા ૪૦થી વધુ પદયાત્રી કેમ્પોની મુલાકાત લીધી
નખત્રાણા - કચ્છઉદય : માતાનામઢ ખાતે પદયાત્રિકોની સુવિધા અને વ્યવસ્થાઓની ચકાસણીના ભાગરૂપે મદદનીશ કલેક્ટર નખત્રાણાના નેતૃત્વમાં બે ટીમો દ્વારા ૪૦થી વધુ સેવા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર ઉપસ્થિત રહી સ્વચ્છતા, પ્રસાદ અને ભોજનની ગુણવત્તા તેમજ કચરાના યોગ્ય નિકાલની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વાહન વ્યવહારની વ્યવસ્થા અને ડાયવર્ઝન અંગેના જાહેરનામાના અમલીકરણની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. પદયાત્રિકોને સુરક્ષિત, સુગમ અને સુખદ નવરાત્રીનો અનુભવ મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
-----

Comments