ર૧મો યુવક મહોત્સવમાં બોલીવુડ સિંગર ગાયિકા હરગુન કૌરે યુવાનોને મંત્રમુગ્ધ કર્યા
ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સિટી અને મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજના સંયુકત ઉપક્રમે ર૧મો યુવક મહોત્સવ અભિવ્યકિતના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમ કુલપતિ ડો.મોહન પટેલ, અતિથિ વિશેષ તરીકે કીર્તિભાઇ વરસાણી, મ્યુઝિક ડાયરેકટર, કમ્પોઝર, મેનેજીંગ ટ્રસ્ટી મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ અને હરગુન કૌર, બોલિવુડ સીંગર અને યુથ આઇકોન, યુથ ફેસ્ટીવલના સંયોજક ડો.કાશ્મીરા મહેતા, સહસંયોજક ડો.વિજય રામ, ડો.હિના ગંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હત. રપ જેટલી સ્પર્ધામાં ૧પ૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લીધેલ છે. મહોત્સવની સાથે ખાસ ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવનો આરંભ સવારે માર્ચ પાસ્ટથી કરવામાં આવેલ હતો.
શરૂઆત યુનિવર્સિટી ગાનથી કરવામાં આવેલ હતી અને તમામ મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટય કરીને યુવક મહોત્સવ ખુલ્લુ મુકવામાં આવેલ હતુ અને મંચસ્થ મહેમાન કીર્તિભાઇ વરસાણી અને હરગુન કૌરનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલ. ડો.કાશ્મીરા મહેતા દ્વારા પ્રાસંગિક ઉદબોદન અને આવકારવામાં આવેલ.કીર્તિભાઇ વરસાણીએ આ પ્રસંગે તમામ યુવાઓને પોતાનો ટેલેન્ટ ઓળખવા અને આગળ વધાવવા સતત મહેનત કરવી અને નવુ કરવાની પ્રેરણા આપેલ.
બોલિવુડના જાણીતા સીંગર હરગુન કૌર દ્વારા પોતાના કોલેજ કાળ અને યુથ ફેસ્ટીવલના સંસ્મરણો યાદ કર્યાં હતા. આ મહોત્સવ થકી યુવા ટેલેન્ટને મોટો પ્લેટફોર્મ મળે છે. પોતાની અવાજથી બોલિવુડ અને ખાસ ગુજરાતી ગીતોથી તમામને મંત્રમુગ્ધ કરેલ હતા.
કુલપતિ ડો.મોહન પટેલ દ્વારા આ પ્રસંગે આગામી વર્ષોમાં વેસ્ટ ઝોન યુવક મહોત્સવ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાય તેવી નેમ રજૂ કરી હતી. વધુમાં આ મહોત્સવ વિદ્યાર્થીઓમાં રહેલી કલા અને શકિત પ્રદર્શન કરવાનું પ્લેટફોર્મ છે. આ મહોત્સવથી વિદ્યાર્થીઓને કલા શિખવાની અને માળવાની તક મળે છે. ડો.વિજય રામ કાર્યક્રમની આભાર વિધિ કરેલ હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સતામંડળના સભ્યો, ડીનો, અધ્યક્ષો, કોલેજના આચાર્યો, અધ્યાપકો, વહીવટ કર્મચારીઓ હાજર રહેલ હતા. સંચાલન ડો.કનિષ્ક શાહ અને ડો.રુચિ ગોર કરીયું હતું.
-----

Comments