નખત્રાણા તાલુકામા સામાજિક વનિકરણ રેન્જ દ્વારા બે વર્ષમ ૯પ હજાર રોપાના વાવેતર સાથે ર.પ કરોડ ફાળવાયા
નખત્રાણા - કચ્છ ઉદય : નખત્રાણા તાલુકાના વન વિભાગ દ્વારા થતી પ્રવૃતિ અંગે કરાયેલા પ્રશ્નમાં સામાજિક વનિકરણ રેન્જ વિસ્તરણ વિભાગ દ્વારા સરકાર દ્વારા વર્ષ ર૦ર૪-રપ અને રપ-ર૬ હેઠળ ર૧ જેટલા વન કવચ હેઠળ ૩૭૮૩૮ અને રપ-ર૬માં ૧૦ એટલ કે ર૧ વનકવચમાં પ૭પ૧૧ મળી કુલ ૯પ૩૪૯ કુલ ૩૮ હેકટરમાં વાવેતરની વિગત આર.ડી. ગઢવી પરિક્ષેત્રવન અધિકારી દ્વારા તાલુકા પંચાયત સભ્ય અશ્વિન વિશનજી રૂપારેલને આપી હતી.
આ અંગે શ્રી રૂપારેલે વધુમાં જણાવ્ય હતું કે, સરકાર દ્વારા ગ્રામ વન જી ૧, જી ર પટ્ટી વાવેતર એસસી માટે પર્યાવરણ હરિયાળેુ ગામ અને શહેર ગામડાને વન કવચ હેઠળના આંકડા મુજબ ર૪-રપમાં યક્ષ ખાતે ૧૬૦૦, પુરેશ્વર (લાખડી) ખાતે ૧૦ હજાર, ચંદ્રનગર, નિરોણા રોડ ૪૮૦૦, સુખપર (વિરાણી મોટી) ૧૦ હજાર, રામપર સર્વા ૧૪૦રર, ૧૧૧૧, ૩૬૪૦ર જીએમડીસી હાઈસ્કૂલ વિરાણી ૪૦૦, મોરજર ૧ર૦રરર, ૧૧૦૧, નિરોણામ ૧૦ હજાર, ર૦-ર૬માં રસલિયામાં ૬૪૦૦, મોરજરમાં ર૦ હજાર, દેવીસર ભીમાસર રોડ ૩ર૦૦, લાખિયાર વીરા ૩ર૦૦, યક્ષ દેરાસર ૧૦ હજાર, રવાપર પ હજાર, નેત્રા, ૧૧૧૧૧ર, ૩ર૦૦, મથલ ગુુરૂકુળ પ હજાર, ગરવા સમાજવાડી નખત્રાણામા ૪૦૦ રોપાનું વાવેતર હાથ ધરાયું છે. આ અંગે સરકાર દ્વારા ખર્ચ થતી રકમ અને સ્થળનું કોંગ્રેસે નિરીક્ષણ હાથ ધરી જરૂરી સૂચન અશે માર્ગદર્શન સાથે સ્થાનિક લોકોના રોજગાર પ્રશ્ને પણ રજૂઆત હાથ ધરાશે. સરકાર દ્વારા થતા આવા આયોજનમાં કોંગ્રેસ પક્ષને વન વિભાગ દૂર રાખી શું કરવા માંગે છે તે પ્રશ્ને પણ સ્થાનિકથી ઉચ્ચ કક્ષા અને જરૂર પડે તો વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત હાથ ધરાશે તેવુુ અશ્વિન રૂપારેલની યાદીમાં જણાવ્યુ છે.
-------

Comments