Trending News
ક્રાઈમ

PI એચ.એ. જાડેજાની આગેવાનીમાં અંજાર પોલીસની મોટી સફળતા :  ૮ મહિનાથી નાસતાNDPS ના લીસ્ટેડ આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો

29 September



MISSION FUGITIVE  હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સાંચોર ખાતે કાર્યવાહી, રમેશ બિશ્નોઈ ઝડપાયો

અંજાર પોલીસ દ્વારા MISSION FUGITIVE અંતર્ગત છેલ્લા આઠેક મહિનાથી NDPS એક્ટના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપી રમેશ હરીરામ બિશ્નોઈને રાજસ્થાનના સાંચોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. 
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની સૂચના અને આગેવાની હેઠળ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી અંજાર પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં બોર્ડર રેન્જના IGP ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના DYSP  મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ PI એચ.એ. જાડેજા અને અંજાર 
પોલીસ સ્ટાફની ટીમે અસરકારક કામગીરી કરી હતી.પકડાયેલ આરોપી સામે અંજાર પોલીસ સ્ટેશનમાં NDPS  એક્ટની કલમ ૮(c), ૨૧(B), ૨૯ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે.

Comments

COMMENT / REPLY FROM