નેશનલ ચેન્જ મેકર્સ મીટમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજય છેડા આપશે અનોખું પ્રેઝન્ટેશન
બિદડા - કચ્છઉદય : આગામી શુક્ર, શનિ અને રવિવારે બીજી નેશનલ ચેન્જ મેકર્સ મીટનું આયોજન ધ ચેન્જમેકર્સ નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે. આ નેટવર્ક સમસ્યાથી સમાધાનનું બ્રીદવાક્ય રાખી સમન્વય પ્રતિષ્ઠાન તેમ જ ઇન્ડીયા ફાઉન્ડેશનના સહકારમાં સમીક્ષા, તર્કસંગત દલીલો સાથે સમજ અને જાગૃતિના ધ્યેય સાથે આ મીટ યોજી રહી છે. મીટના આયોજનમાં સહકાર ચાર્જઝોનનો મળ્યો છે તો ઓનજીસી અને કોનમાર એસોસીએટ્સ હસ્તીઓ છે.
આ બેઠકમાં ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડા ખાતે કાર્યરત સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા પ્રેઝન્ટેશન આપશે. એમણે દુર્ગમ વિસ્તારના ગ્રામ્યજનોને સ્પેશ્યલ હેલ્થકેર સવલતો મળે તે માટે પાંચ દાયકાથી એવી ધૂણી ધખાવી છે કે બિદડા ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક અનોખું હેલ્થકેર ડેસ્ટીનેશન બની ગયું છે. ભારતના અન્ય રાજ્યો તો ઠીક પણ વિદેશોમાંથી પણ લોકો સર્વોદય ટ્રસ્ટનો લાભ લઇને ધન્યતા અનુભવે છે. આ એક જ કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક સાધનોથી સુસજ્જ હોસ્પીટલ, નેચરોપથી સેન્ટર, રિહેબ સેન્ટર તેમજ કલ્પના ન કરી શકીએ તેવી સવલતો છે. તેમાં પણ દરિદ્રને નારાયણ ગણીને સર્વોદય ટ્રસ્ટ જે સેવા કરે છે , તે તો ત્યાં જઇને અનુભવવા જેવું હોવાનો અનેક મુલાકાતીઓ અને દર્દીઓનો અનુભવ છે. કુદરતી ઉપચાર દ્વારા શરીર સ્વસ્થ રાખવા દેશ-વિદેશથી અનેક મુલાકાતીઓ ટ્રસ્ટ સંલગ્ન સંસ્થા રતનવીર નેચરોપથી સેન્ટર અને તારામતી વેલનેસ કેન્દ્રમાં રહીને રીચાર્જ થઇને નિયમિત દર વર્ષે આવતા હોવાના અનેક દાખલા છે. માત્ર માનવજાતિ જ નહીં પણ પશુપક્ષીઓની સેવા માટે પણ સર્વોદય ટ્ર્સટની ટીમ વનતારા જેવી સંસ્થાઓમાં એક કોલ આવે કે પહોંચી જતી હોય છે. આવા ચેરમેન વિજય છેડા, ૮૮ વર્ષે પણ સર્વોદયમાં સર્વનો ઉદય થાય એવી ભાવનાથી નિયમિત સેવા આપે છે.
------

Comments