Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં વિકલાંગો માટે કૃત્રિમ હાથ-પગ ફ્રી એસેસમેન્ટ કેમ્પ યોજાયો

29 September



ભુજ - કચ્છઉદય : મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા નિયામક સમાજ સુરક્ષાની જિલ્લા કચેરી, કચ્છ-ભુજ દ્વારા કૃત્રિમ હાથ-પગ ફ્રી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કચ્છ સર્વગ્રાહી પુનવર્સન કેન્દ્ર બહુ વિકલાંગતા ધરાવતી બાળાઓની સંસ્થા ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત એલિમકોના સહયોગથી ગુજરાતના સૌથી વિશાળ ૩ડી પ્રિન્ટેડ હાઈટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું.
આ કેમ્પનો મુખ્ય હેતુ અકસ્માત કે અન્ય કારણોસર હાથ-પગ ગુમાવનાર દિવ્યાંગો માટે ફ્રી નિદાન અને દિવ્યાંગ સાધન-સહાય નિર્ધારણ કરવાનો હતો. આ કેમ્પમાં નિદાન બાદ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કૃત્રિમ હાથ-પગ, મોટરાઇઝ્‌ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર વગેરેનું એસેસમેન્ટ કરી લોકાર્પણ  મંજૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને નાયબ નિયામક દશરથભાઈ દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હિતેન્દ્ર અમીધર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયા અને અન્ય સ્થાનિક પદાધિકારીઓ અને કચેરીના અધિકારી - કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર વ્યવસ્થા કચ્છ સર્વગ્રાહી પુનવર્સન કેન્દ્ર બહુ વિકલાંગતા ધરાવતી બાળાઓની સંસ્થાના અરવિંદસિંહ ગોહિલ અને તેમની ટીમના સહયોગથી પાર પાડવામાં આવી હતી તેમજ સંસ્થા દ્વારા તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM