સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર-ભુજ શાળાની વિદ્યાર્થિનીઓએ વુશુ રમતમાં જિલ્લા કક્ષાએ વગાડ્યો ડંકો
ભુજ - કચ્છઉદય : રમત-ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત વુશુ અંડર-૧૭ રાજ્ય કક્ષાની સ્પર્ધા આણંદ જિલ્લા મુકામે યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ વિજેતા થઈ અને આણંદ મુકામે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર રાજ્યમાં બે રજત (સીલ્વર) ચંદ્રક તેમજ એક કાંસ્ય (બ્રોન્ઝ) ચંદ્રક મેળવીને સંસ્થા તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલું છે.
આ સિદ્ધિ બદલ પૂ. મહંત સ્વામી સહ સંત મંડળ, પૂ. સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ તમામ સાંખ્યયોગી બહેનો શુભેચ્છા સહ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંચાલક મંડળના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીંડોરિયા સહ ટ્રસ્ટી મંડળ, આચાર્યા દક્ષાબેન, કોચ રશ્મિતાબેન સહ સંસ્થા પરિવાર તેમજ દેશ-વિદેશના દાતાઓ તેમજ હરિભક્તો દ્વારા દીકરીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
-------

Comments