રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભુજ અને દેવપરમાં કરાઈ ઉજવણી
ભુજ - કચ્છઉદય : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશન હેઠળ તથા વૈદ્ય પંચકર્મ, વૈદ્ય બર્થાબેન પટેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ - ૨૦૨૬ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના વૈધપંચકર્મ વૈદ્ય બર્થાબેન પી. પટેલ, એમઓ વૈદ્ય પાવન ડી ગોર તથા સમગ્ર હોસ્પિટલ સ્ટાફે સેવા બજાવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના વૈદ્ય બર્થાબેન પી. પટેલે આયુર્વેદ તેમેજ હોસ્પિટલની કામગીરી અંગેની માહિતી પુરી પાડી હતી. કેમ્પમાં ૨૦૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
બીજી તરફ કવીઓ જોડો ભુજના સંયુક્ત ઉપક્રમે માંડવી તાલુકાના દેવપર ગામે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ - ૨૦૨૬ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન દેવપર ગામનાં ટ્રસ્ટી સંજયભાઇ મિસર, રામાભાઇ મોતા તથા પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ કુરીયા, વાઇસ -પ્રેસિડેન્ટ વસંતભાઇ ગાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના આર.એમ.ઓ વૈધ કુંદનબેન ગઢવી તથા હોમિયોપેથી એમઓ ડૉ. વાસંતીબેન જાદવ, એમઓ ડૉ. અનીતાબેન ગાડિયા તથા ફાર્માસીટ સાક્ષીબેન ચૌહાણે સેવા આપી હતી. આરએમઓ કુંદનબેન ગઢવીએ આયુર્વેદ તેમેજ હોસ્પિટલની કામગીરી અંગેની માહિતી પુરી પાડી હતી. કેમ્પમાં ૧૩૬ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
-------

Comments