બન્ની પ્રથમ વખત મુસ્લિમ પ્રીમિયર લીગ યોજાઈ ભવ્ય ફાઇનલ
યુવાનોને રમતગમત સાથે જોડવાનો પ્રયાસ : વિજેતા ટીમના ૧૪ ખેલાડીઓને બેટ, ટ્રોફી અને રોકડ ઇનામથી સન્માન
મિસરીયાડા - કચ્છઉદય : બન્ની વિસ્તારના યુવાનોમાં રમતગમતની ભાવના વિકસે અને યુવા વર્ગને ક્રિકેટ સહિતની રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તે હેતુથી મિસરીયાડા ખાતે બન્ની મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ની મુસ્લિમ ૧૧૨ ખિલાડીઓ અને ૮ ટીમો એ ભાગ લીધો ટુર્નામેન્ટનું આયોજન યાકુબ મુતવા, અસગર નોડે, આસિફ પઠાણ, ફતેમામદ મુતવા અને જુમા નોડે દ્વારા કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટની ફાઇનલ પ્રસંગે જત સમાજના પ્રમુખ ઇશાકભાઈ જત, મિસરીયાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બુધાભાઈ સાલેમામદ હાલેપોત્રા સહિત મુસાભાઈ રાયશી, ઈધરીશભાઈ સમેજા, હબીબભાઈ જત, જુમાભાઈ સોયેબ મુતવા મલુક સુમરા સહિતના આગેવાનો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા રોકડ ઈનામ સહિતનો સહયોગ આપવામાં આવ્યો હતો. વિજેતા ટીમને ઇશાકભાઈ જત અને સરપંચ બુધાભાઈ દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. વિજેતા ટીમના કુલ ૧૪ ખેલાડીઓને બેટ, ટ્રોફી તથા રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
બન્નીના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા તથા યુવા વર્ગને ક્રિકેટ જેવી સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા ટુર્નામેન્ટને સહયોગ આપવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા એગ્રોસેલ ફાઉન્ડેશનના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ ફિલ્ડર તરીકે રજાક નોડે, બેસ્ટ બોલર તરીકે ગની નોડે, બેસ્ટ બેટ્સમેન તરીકે રિયાઝ મુજાવર અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે એજાઝ મુતવાની પસંદગી કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મુબારખ રાયશી, સમીર મુતવા, મહેબૂબ મુતવા, અબ્દુલ ભારી મુતવા, સલમાન નોડે, સલીમ નોડે, એજાઝ મુતવા, હુસેન મુતવા, અસલમ નોડે, મોહબ્બત ખાન, મહેમૂદ મુતવા, કરમખાન મુતવા, સમીર નોડે, મામદ હસન મુતવા , જે.જે. જમધાર, લુકમાન નોડે હારુન મુતવા અને એબી હાલેપોત્રા અસલમ મુતવા સલામ હાલેપોત્રા સહિતના સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઇલ્યાસ મુતવા લાઇવ યુટ્યુબ ઉપર કોમેન્ટર મુસ્તકીમ મુતવા પુના જાની રાયશી રહ્યા હતા.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે બન્ની વિસ્તારમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિભા છે. આવા આયોજન દ્વારા યુવાનોને રમતગમત માટે યોગ્ય પ્લેટફોર્મ મળે છે અને તેમની પ્રતિભાને આગળ લાવવાની તક મળે છે. ભવિષ્યમાં પણ બન્નીના યુવાનોને રમતગમત સાથે જોડતા આવા કાર્યક્રમો યોજવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
--------

Comments