Trending News
ક્રાઈમ

ખાનાયના મોસ્ટ વોન્ટેડ બુટલેગર  રાસુભા સોઢાને જંગલમાંથી ઝડપી લેવાયો

28 September




પશ્ચીમ કચ્છના જાબાંઝ યુવા એસપી શ્રી વિકાસ સુંડાની ટીમ એલસીબી પીઆઈ શ્રી મકવાણાની જીવના જોખમે આદરેલી મહનેત ફળી

એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણા અને સ્ટાફે પખવાડિયા સુધી વેશપલ્ટો કરીને ખાનાયના જંગલમાં તાણ્યા ડેરાતંબુ : ઘાસમાં છુપાઈને ઝાડીઓની ઓથમાં કુખ્યાત બુટલેગરને દબોચી લેતા પોલીસની રાત - દિવસની મહેનત સફળ થઈ : પોલીસ પર હુમલો કરવા માટે જાણીતા અને જંગલને પોતાની ઢાલ માનતા ખાનાયના બુટલેગરને જંગલમાંથી પકડી ખાખીએ બતાવ્યો સિંઘમનો પરચો



ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના નવ ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર અંગ્રેજી દારૂના મોસ્ટ વોન્ટેડ અને લીસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને ઝડપી લેવામાં આવ્યો છે. એલસીબી દ્વારા જંગલ ખુંદીને બુટલેગરને ઝડપી લેવામાં 
આવ્યો છે. 
મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે એલસીબી પીઆઈ એ. એમ. મકવાણા તેમજ સ્ટાફના એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, અશ્વિનભાઈ સોલંકી, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનીલભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, શ્યામ ગઢવી, કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌહાણની ટીમ બનાવી છેલ્લા પંદર દિવસથી ખાનાય જંગલ વિસ્તારમાં ખેડૂત અને લોકલનો પહેરવેશ ધારણ કરી વોચ રાખવામાં આવી હતી. આરોપી પોલીસ પર હુમલો કરવામાં માટે જાણીતો હોવાથી એક એક પગલું સાવચેતી પૂર્વક ભરવામાં આવ્યું હતું. ગરમી, જંગલની વિપરીત પરિસ્થિતિમાં સતત દસ દિવસ સુધી નજર રાખવા છતા આરોપીની ભાળ મળી ન હતી. ઈંગ્લીશ દારૂના ધંધા સાથે સંકળાયેલા આરોપીએ જાણે જિલ્લા પોલીસનો પડકાર ફેંકયો હતો કે મને પકડી બતાવો. આરોપીની આ ગર્ભિત ચેલેન્જ છેલ્લા છ વર્ષથી એલસીબી અને પોલીસને કોરી ખાતી હતી. ગમે તે રીતે રાસુભાને પકડવો હતો. આખરે પંદરમાં દિવસે બાતમી મળી કે, રાસુભા વહેલી સવારે ખાનાય સીમની ડુંગરની કોતરોમાંથી નિકળી ખાનાય ગામ તરફ જવાનો છે. જેથી એલસીબી પીઆઈ મકવાણાના માર્ગદર્શનમાં ટીમે એલર્ટ મોડમાં આવીને ઓપરેશન ખોજ શરૂ કર્યું, આરોપી રાસુભા જંગલને પોતાની ઢાલ માનતો હતો. તે જ જંગલમાં જઈને બાવળોની ઝાડીમાં સંતાઈ, સતત ત્રણ દિવસ તરીકે પોતાની પોલીસ તરીકે ઓળખ છુપાવી આરોપીએ જે ખેતરમાં આશરો લીધો હતો તે જગ્યાએ ન આવી અન્ય નિર્જન જગ્યાએ સુતો હતો. તે જગ્યાએથી ર૦૦ મીટરમાં આરોપી હોતા દોડીને જવાથી આરોપી ભાગી જાય તેવી શકયતાએ પોલીસે એક બીજાના કોમ્યુનીકેશનમાં રહી જમીન પર ઘાસ અને ઝાડીનો ઓથ લઈને છુપાતા છુપાતા આરોપી નજીક પહોંચ્યા હતા. એલસીબીના વિરેન્દ્રસિંહ, મયુરધ્વજસિંહ અને શ્યામ ગઢવીએ સંયુકત રીતે આરોપીને ઝડપી ધુળ ચાટતો કરી દીધો હતો. મુંદરા એેએસપી કચેરી ખાતે આરોપીને રજુ કરવામાં આવ્યો હતો. મુંદરાના એએસપી ગૌતમ વિવેકાનંદને સમગ્ર ઓપરેશનની માહિતી આપી હતી અને દિલધડક કામગીરી કરનારા પોલીસ જવાનોને બિરદાવ્યા હતા. 


....................


રાસુભા બે દિવસમાં જગ્યા બદલતો, જંગલ જ તેનું ઘર : ગૌતમ વિવેકાનંદન

મુંદરા - કચ્છઉદય : મુંદરાના નાયબ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદને જણાવ્યું કે, આરોપી રાસુભા સોઢા ખાનાય, નલિયા, અને બાંડીયાના જંગલોમાં રહેતો હતો. જંગલ જ તેનું ઘર છે. પોલીસની ગાડી આવે, વરદી જુએ કે તરત જ તે ભાગી જતો. જંગલમાં કોઈ પણ જગ્યાએ તે બે દિવસથી વધુ સમય સુધી રોકાતો ન હતો અને સ્વબચાવ માટે કોઈપણ પોલીસ એજન્સી પર હુમલો કરવા માટે ખચકાતો ન હતો. જુના ગુનેગારને પકડવા માટે બે ભાગમાં આખું ઓપરેશન નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમમાં પ્લાનીંગ કરવામાં આવ્યું જેમાં બુટલેગર કયાં રહે છે ? કોની કોની સાથે વાત કરે છે ? તે સહિતનો ડેટા એકત્ર કરવામાં આવ્યો અને બીજા ભાગમાં ઓપરેશન ખોજ એટલે કે જંગલમાં દરોડો પાડવાનું નક્કી થયું. પોલીસે માાલધારી અને રબારીનો પહેરવેશ ધારણ કર્યો, ત્રણ દિવસ સુધી સતત ઈન્ટેલીજન્સના આધારે વર્કઆઉટ કરીને આખરે લોકેશન પરથી આરોપીને ઝડપી લીધો છે. જીવના જોખમમાં રહીને ચાલાક આરોપીને પકડી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગુનેગારો પર કડક પ્રહાર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પીએસઆઈ જે. બી. જાદવ, એમ.એચ. સીણોલ પણ સહયોગી રહ્યા હતા.

..............

બુટલેગર સામે ૩૭ ગુના નોંધાયેલા, ૯માં ફરાર હતો

બુટલેગર રાસુભા સામે નલિયા, નખત્રાણા, મુંદરા, ભુજ બી ડીવીઝન, પધ્ધર, દયાપર, પ્રાગપર, અંજાર સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ્લ ૩૭ ગુના નોધાયેલા છે. આ ઉપરાંત નખત્રાણા, પ્રાગપર, પધ્ધર, ભુજ, બી ડીવીઝન અને અંજાર પોલીસના નવ ગુનાઓમાં તેને પકડવાનો બાકી હતો. 

Comments

COMMENT / REPLY FROM