શિણાયમાં જુગાર ધામ પર પોલીસનો દરોડા
ગાંધીધામના શિણાય ગામમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં રમાતા જુગાર પર આદિપુર પોલીસનો દરોડોઃ રૂ. ૨૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે ૩ ઝડપાયા, ૨ નાસી છૂટ્યા
ગાંધીધામ :ગાંધીધામ તાલુકાના શિણાય ગામમાં બસ સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં રમાતા જુગારધામ પર આદિપુર પોલીસે દરોડો પાડીને સફળ કામગીરી કરી છે. આદિપુર પોલીસ ટીમે બાતમીના આધારે શિણાય બસ સ્ટેશન પાસે દરોડો પાડતાં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા લાલજીભાઇ કાનજીભાઇ બલદાણીયા (ઉ.વ. ૫૨), નાનજીભાઇ કાનજીભાઈ બલદાણીયા (ઉ.વ. ૫૯) અને મોહિત પરષોત્તમભાઇ બલદાણીયા (ઉ.વ. ૨૬, તમામ રહે. ચક્કી ફળિયું, શિણાય) ને સ્થળ પરથી ઝડપી લીધા હતા. જ્યારે પોલીસ રેઇડ દરમિયાન કાંતિલાલ ધનજી વાઘમશી અને ચમન પરષોત્તમભાઇ હડિયા નામના બે ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.““પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૨૧,૪૦૦ તથા ગંજીપાના જપ્ત કરી તમામ સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી ફરાર
આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Comments