સેવા સેતુનો હેતુ ઘરઆંગણે લોકોને સરકારી લાભો મળે : ભારતીબેન ગોસ્વામી
નખત્રાણા તાલુકાના વિભાપર ગામે સેવા સેતુનો પ્રારંભ : લાભાર્થીઓ સેવાસેતુમાં જોડાયા : મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના વિભાપર પંચાયત પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુનો દિપ પ્રાગટય કરી ખુલ્લુ મુકતા તા.પં. પ્રમુખ ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામીએ કહ્યું કે, સરકારની વિવિધ યોજના, આંગણવાડી, આરોગ્ય, રાશનકાર્ડ, આધારકાર્ડ, પ્રમાણપત્ર સહિતની અનેકવિધ યોજના લાભાર્થીઓને ઘરઆંગણે સુવિધા મળી રહે અને તાલુકા મથકે ધક્કો ખાવો ન પડે તે માટે સરકારના દરેક વિભાગના કર્મચારી વિવિધ ટેબલો ગોઠવી પ્રજાના પ્રશ્ન હલ કરી રહ્યા છે, તેનો મોટી પ્રમાણમાં લાભ લેવા શીખ આપી હતી.
ગામના સરપંચ ગંગારામ ચુનીલાલ પટેલ તમામ મહેમાનોને આવકારી યોજનામાં આસપાસના ગામોમાંથી પણ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. તેની માહિતી આપી હતી. તલાટી, મંત્રી નીતાબેન ભીંડે, અંતરિયા વિસ્તારમાં આ સેવા સેતુ સમયાંતરે યોજાઈ રહ્યા છે, તેની પુરક વિગતો આપી હતી. રોહાના સરપંચ નીતિનગિરિ ગોસ્વામી, વ્યાજબી ભાવના સંચાલક લખન કોઠારી, આશાવર્કર, મ.ભો.યો. સંચાલકો, ગ્રામ પંચાયત સભ્યો, શાળા સ્ટાફ, મામલતદાર કચેરીના કિશનભાઈ સીજુ, લાખાભાઈ રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
---

Comments