ગાંધીધામ મનપાના અણઆવડતવાળા વહીવટીબાબુ ઓ કોથળામાંથી બિલાડું કાઢે છેઃ ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ મેળવવા જતાં શહેરીજનો ત્રાહીમામ
વેરા ભર્યા છતાં ઓપન પ્લોટના જૂના બોગસ લેણાં મંગાતા જનાક્રોશ
વહીવટી સંકલનના અભાવે કોઈને સમસ્યા ન થવી જોઈએ, આ બાબતે જરૂરી સબંધિત વિભાગને સુચનો આપીશુ : શ્રી દવેરા (કમિશ્નરશ્રી મનપા)
ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનો પાસેથી નાણાં સરોવવાની નીતિ સામે જાગૃત નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભોગગ્રસ્ત લોકો દ્વારા મનપાના વહીવટીતંત્રની અણઆવડત અને મનપાની કામગીરી સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, ગાંધીધામ મનપાના અણઆવડત વાળા અમુક બની બેઠેલા અધિકારીઓ દ્વારા અત્યારે નાગરિકો માટે ‘કોથળામાંથી બિલાડું’ કાઢવાની નીતિ અપનાવી રહી છે. જીડીએમાં જયારે નકશા મંજૂરી કે અન્ય કામગીરી માટે નાગરિકો જાય છે ત્યારે તેમનાથી મનપાનું ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ (અધિકૃત ભરણું બાકી નથી તેવું પ્રમાણ
પત્ર) લેવાનું જણાવવામા આવે છે. આ સ્થિતીમાં જયારે પ્લોટ-મકાન ધારક મનપાના વહીવટીતંત્ર પાસે પહોચે છે ત્યારે તેમની પાસેથી અચાનક ઓપન પ્લોટના નામે જૂના બાકી લેણાં અને ટેક્સના નાણાં ઠોકી બેસાડવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો મોટાપાયે ઉઠવા પામી રહી છે. ઓપન પ્લોટ પર બાંધકામ મુદ્દે જીડીએ પાસે જયારે નકશા મંજુરી માટે લોકો જાય છે ત્યારે તે નો ડયુ સર્ટીફીકેટની માંગણી કરે છે અને મનપામાં નો ડયુ સર્ટીકફેટ અરજદાર માંગે છે તો તેની પાસેથી ઓપન પ્લોટ પેટેના વરસો જુના ટેક્ષના નાણાની માંગ એકસાથે કરવગામા આવી રહી છે. જયારે કે , અગાઉ ઓપન પ્લોટને લઈને કયારે પણ કેાઈજ પ્રકારના બીલ કે માંગણા મનપા અથવા તો નપાએ કોઈને આપેલા જ નથી. તો પછી એકાએક જ કોથરામાંથી બિલાડુ કાઢી ગાંધીધામની નિદોર્ષ પ્રજાને લુંટવાનુ નવુ સાધન તો નથી ચાલી રહ્યુ ને? આ બાબતે વેળાસર તપાસ થાય અને વહીવટીરીતે અણઆવડત વાળા બની બેઠેલાઓને સચોટ તાકીદ આપી પ્રજાજનોને આવી બેધારી ચક્કીમાં પીસાતા બચાવાયા તેમ ભોગગ્રસ્તો કહી રહ્યા છે.
અગાઉના કેાઈ લેણા બાકી હોય એ તો ભરવા પાત્ર જ બની રહયા છે ઉપરાંત પણ જો કોઈને ખોટી હેરાનગતિ થતી હશે અથવા તો વહીવટી સંકલનના અભાવે કોઈ પ્રશ્નો ઉભા થયા હશે તો એ બાબતે ચોકકસથી ઘટતું કરવામાં આવશે તેવુ મનપા કમિશ્નરશ્રીએ જણાવ્યુ હતુ.
......................
બાંધકામ થઈ ગયું હોય તો ઓપન પ્લોટનો ટેક્સ કેવો?
ગાંધીધામ : અમુક ભોગગ્રસ્તો કહી રહ્યા છે કે, , આ સામાન્ય બુદ્ધિ (કોમન સેન્સ)ની વાત છે કે જ્યારે પ્લોટ પર બાંધકામ થઈ જાય છે ત્યારે તે પ્લોટ પણ બાંધકામની સાથે જ ગણાઈ જાય છે. મિલકતધારકો બાંધકામ થયા પછીના તમામ વેરા (પ્રોપર્ટી ટેક્સ) નિયમિતપણે ભરી રહ્યા છે અને તેમની પાસે તેની અધિકૃત રસીદો પણ ઉપલબ્ધ છે. જ્યારે પ્લોટ ખુલ્લો (ઓપન) હોય ત્યારે સફાઈ કે લાઈટ જેવા ચાર્જિસ સમજી શકાય, પરંતુ બાંધકામ થઈ ગયા બાદ અને તેના તમામ ટેક્ષ ભરાઈ ગયા પછી પણ ‘ઓપન પ્લોટ’ના નામે ફરીથી ટેક્સ અને વ્યાજ વસૂલવું કેટલું વ્યાજબી છે?
..................
અત્યાર સુધી બિલ ન મોકલ્યા અને છેલ્લી ઘડીએ આકરા નાણાં માંગ્યા!
ગાંધીધામ : ભોગગ્રસ્ત લોકો દ્વારા સવાલો કરાય છે કે, કે, મનપા તંત્ર દ્વારા અત્યાર સુધી ઓપન પ્લોટના ભાડા કે ટેક્સના કોઈ રગ્યુલર બિલો નાગરિકોને મોકલવામાં આવ્યા જ ન હતા. સામાન્ય નિયમ મુજબ જો મનપાએ ટેક્સ કે ભાડું વસૂલવું હોય તો દર વર્ષે નિયમિત બિલ મોકલવા જોઈએ. પરંતુ વર્ષો સુધી કોઈ બિલ ન મોકલીને અચાનક જ્યારે પ્રજાજન ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ મેળવવા આવે ત્યારે તંત્ર મનસ્વી રીતે આટલા બધા વર્ષો જૂના નાણાં માંગીને લોકોને લૂંટી રહ્યું છે.
................
નવી બોડી આ અંગે વહેલી તકે ઉકેલ લાવે
ગાંધીધામ : મનપા દ્વારા લાવવામાં આવેલો આ ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’નો નવો નિયમ સામાન્ય પ્રજાજનોને આર્થિક રીતે પીસવા માટેનો કાયદો બની ગયો છે. આ સમસ્યાથી ગાંધીધામના હજારો નાગરિકો અને મિલકતધારકો સીધી રીતે અસરગ્રસ્ત થઈ રહ્યા છે. તંત્ર માત્ર પોતાના ખાતામાં નાણાં જમા કરાવવાના હેતુથી પ્રજાને હેરાનગતિ કરી રહ્યું છે. આ ગંભીર મુદ્દે ગાંધીધામ મનપાના નવા ચૂંટાયેલા તટસ્થ-પ્રમાણિક-કાર્યદક્ષ પ્રજાપ્રતિનિધિઓ ત્વરિત હસ્તક્ષેપ કરે,
મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજી આ અન્યાયી પ્રક્રિયા રદ કરાવે અને લોકોને થતી ખોટી હેરાનગતિ અટકાવે તેવી ઉગ્ર માંગણી ઉઠી રહી છે.
.............
ઓપન પ્લોટ વસુલાત પ્રજાજનો પાસેથી કેમ?
એસઆરસી-કેપીટી પાસેથી કરવી જોઈએ..!
ગાધીધામ : શહેરમાં ઓપનપ્લોટના જુના લેણા એકાએક જ મનપાતંત્ર દ્વારા જમીન માલિક પાસેથી વસુલાઈ રહ્યા છે ત્યારે જાણકારો કહે છે કે , બાંધકામ થઈ ગયા બાદ વેરા તો ભરવામા આવી જ રહ્યા છે તેમ છતા એકાએક જ ઓપનપ્લોટના જુના લેણા દર્શાવી અને તેમનાથી મોટી રકમ વસુલાઈ રહી છે. ઓપન પ્લોટ હતો એ તો કાં તો એસઆરસીનો હોય અથવા તો ડીપીએ-કંડલાનો કબ્જાગ્રસ્ત રહ્યો હોય. તો પછી તે રકમ-વેરા પેટે નો ડયુ લેવા આવનારથી કેમ વસુલાય છે.

Comments