નખત્રાણા તાલુકા સંકલન બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠ્યા
પ્રાંત અધિકારી પર થયેલ હુમલાને વખોડાયો : રસ્તા, પાણી, ઘાસચારા, સફાઈ સહિતના પ્રશ્નો છવાયા
નખત્રાણા - કચ્છઉદય : તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ વસંતભાઈ વાઘેલા તથા ચેરમેને જશોદાબેન બળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પદાધિકારી દ્વારા ખનિજચોરીએ પ્રાંત અધિકારી પર કરેલા હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાંં વખોડી કાઢી હતી. અને આવા શીરજોર તત્ત્વો સામે ધાક બેસે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
બેઠકમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈ માતાનામઢ પદયાત્રીઓ માટે કોઈ તકલીફ ન પડે તેવું ધ્યાન રાખવા, ઝાડી, કટીંગ અને ખાડા પુરવા, રસ્તા મરામત કરવા ઉપરાંત દરેક ગામના ગ્રામ પંચાયત દ્વારા સફાઈને પ્રાધાન્ય અપાય, રસ્તા પર કચરો એકત્ર ન થાય તે જોવા અનુરોધક કરાયો હતો. ધારાસભ્ય પી.એમ. જાડેજા દ્વારા અગાઉ પુછાયેલા ૬ જેટલા પ્રશ્નો, નખત્રાણા મુક્તિધામની અધુરાશો, નખત્રાણા તાલુકાના ખેડૂતોના પાક રક્ષણ સામે અપાતા હથિયારો જમા અને પરત ન આપવાનું કારણ, લાયસન્સ પ્રક્રિયા ઉપરાંત નખત્રાણા નગરપાલોકિા રહેણાકના મકાનો મંજૂરી ન આપવા બાબત, ગામતળ, સીમતળ, ગૌચર જમીન કેટલી મંજૂર થઈ છે. અને કેટલી જમીન માપણી થઈ છે તેની વિગતો, તાલુકામાં સાંથણીની જમીન મંજૂર થયેલ છે. બાકીની માપણી કયારે થશે, આંબેડકર આવાસ, પ્રધાનમંત્રી આવાસ આયોજન સહિતના પ્રશ્નો રજુ થયા હતા. બેઠકમાં ઉખેડા, બિટ્ટા રસ્તો કયારે બનશે, જે અધુરૂ કામ મુકાયું છે તે પ્રશ્ન તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી દ્વારા રજૂ થયો હતો. તાલુકામાં આગામી કપરા દિવસોમાં ઘાચચારા, પાણીની સુવિધ અને ઘાસડેપો ચાલુ કરવા માંગ ઉઠી હતી.
નગરપાલિકા વસંતભાઈ વાઘેલાએ આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓકટોબર એક માસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનને અનુલક્ષીને સમગ્ર માસ દરમિયાન ચાલનાર પ્રજાલક્ષી કાર્યક્રમોની માહિતી આપી હતી, જેમાં દિવડા પ્રાગટવા, વિવિધ સ્પર્ધા રાખવી, સેવાસેતુ સહિતના ૧૩ જેટલા કાર્યક્રમો યોજનાર છે અને નખત્રાણા કસ્તુરબા વિદ્યાલયનો નબળુ કામ થયેલ છે તેનો ખુલાસો કરવા, નખત્રાણા નગરના આંતરિક રસ્તા રિપેરીંગ, ચીફ ચોફિસરની ખાલી જગ્યા પુરવા, તાલુકામાં મહેસુલી તલાટીના સેજાની ફાળવણી, નખત્રાણા સર્વિસ રોડ પર આડેધડ પાર્ક થતા વાહનો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા સહિત સેવાસેતુના કાર્યક્રમોમાં લાભાર્થી માટે ઢગલાબંધ યોજના છે, તે યોજનાથી લાભાર્થી વંચિત ન રહે તે જોવા અધિકારીઓએ કહ્યું હતું.
બેઠકમાં ટીડીઓ હાર્દિક ગઢવી, ના.મા. શિવજીભાઈ પાયણ, સી.બી. બોરડ, શાન્તાબેન ચુડાસમા, નવીનભાઈ પ્રજાપતિ, સચિન ધોળુ, જે.એમ. ઝાલા, નરેશ ભાનુશાલી, ગૌતમ ચૌધરી સહિત વિવિધ કચેરીના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

Comments