Trending News
સ્થાનિક સમાચાર

ખેલાડીઓને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે ઓનલાઈન અરજી કરવા ઈજન

10 September



ભુજ - કચ્છઉદય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર હસ્તકની સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એકલવ્ય, સરદાર પટેલ અને જયદીપસિંહજી સિનિયર તથા જુનિયર એવોર્ડ યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કે રાજ્યકક્ષાએ વિશેષ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ તારીખ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ સંદર્ભે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ખેલાડીઓએ પોતાની જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.
---- 

Comments

COMMENT / REPLY FROM