Trending News
સ્થાનિક સમાચાર

કચ્છને નર્મદાજળ માટે PS -૧ બન્યું છે ખાટલે મોટી ખોટ :  જિલ્લાનું રાજકીય જગત કયારે આળસ મરડશે?

08 September

ડેમ છલકાયો, તોય આવામાં ક્યાંથી મળશે કચ્છને પાણી?



મેઘરાજાના રૂષણા વચ્ચે સરદાર સરોવર ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવા છતાં કેનાલોની દુર્દશા, નીતિગત ઉદાસીનતા અને ઇન્ચાર્જ રાજના કારણે કચ્છના નર્મદાના હક્કના પાણી પર મોટો સવાલ : રવિ સીઝન અને પીવાના પાણીનું ઘોર સંકટ ઘેરાયું : નર્મદાજળના જાણકારોની લાલબત્તી : નર્મદા ડેમમાંથી વધારાનું ૬ર૦૦ કયુસેક પાણી કચ્છને ફાળવી લિફટ કરી શકવાનુ માળખુ વિકસાવાયેલુ છે છતા પણ વર્તમાન સમયે માત્ર ૧ર૦૦થી ૧૪૦૦ કયુસેક જ પાણી છોડીને મેળવાય છે? તેનું કારણ શું? કેમ આ બાબતે જિલ્લામાથી કોઈ પણ રાજકીય મોભી બોલતા નથી દેખાયા?

પાંકે કુરોની નીતી હવે તો ત્યજો : નર્મદા છલકાઈને તેનુ વધારાનુ પાણી દરીયામાં વહી જશે, કચ્છ વગર પાણીએ બરબાદ થશે, છતા પણ આપણા લોકો મૌન સેવીને બેઠા છે, પાંકે કુરો..ની નીતી જ અપનાવી રહ્યા હોવાનો છે વર્તારો

માંડવીના પિયાવામાં ૪૦૦થી વધુ ખેડૂતોએ નર્મદા જળ બંધ થતા જાગૃતિ દાખવી કરી દેખાડી સામૂહિક રજૂઆતઃ અન્ય પણ આ ખેડૂતોની જાગૃતિ માંથી મેળવે સબક



ગાંધીધામ : કચ્છ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ તદ્દન મુખ ફેરવી લીધું છે. વરસાદ નહિવત્‌ વરસવાના કારણે જિલ્લાના સ્થાનિક જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. ખેડૂતો અને માલધારીઓની હાલત અત્યંત કફોડી બની રહી છે અને જિલ્લામાં પીવાના પાણી સાથે સિંચાઈની વિકટ કિલ્લત ઊભી થઈ છે. બીજી તરફ, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, પરંતુ આ વધારાનું નર્મદાજળ કચ્છ સુધી પહોંચાડવા સામે તંત્રની ઘોર બેદરકારી અને ‘ઁજી-૧’ પંપિંગ સ્ટેશન સૌથી મોટી ખાટલે મોટી ખોટ બનીને સામે આવ્યું છે. નેતાઓ અને તંત્રની કુંભકર્ણી નિંદ્રાના કારણે કચ્છ 
પાણી હોવા છતાં તરસ્યું રહે તેવી ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે.
કચછમાં વરસાદ ન હોવાથી અછતના ઓળા ઉતરવાની સ્થીતીની અણીએ આવીને જિલ્લો ઉભો છે. જળસંકટ અને પાણીની કીલ્લતના લીધે માનવવસ્તી કરતા વધુ પશુધન ધરાવતા જિલ્લામાં અબોલ જીવો, પશુપાલકો-માલધારીઓ, ધરતીના તાત-ખેડુતો અને તેના પરનિર્ભર વેપારી સહિતનાઓની હાલત ખુબજ કફોડી બની ગઈ છે. કચ્છને વરસાદ ન થાય તો વિકલ્પરૂપે સરદાર સરોવર ડેમમાથી પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ કરાઈ છે પરંતુ જાણે કે, આ વિષયને જિલ્લાની રાજકિય ઉદાશીનતા, માત્ર કાગળો પર ભાષણોમાં નર્મદાનુ પાણી છોડી દેવાશેના ખોંખારાઓ અથવા તો વાયદા વચનો આપવાની ઉપરછલ્લી નીતીઓ, અધિકારીઓની અછત-ધટ્ટ અને સૌથી મોટો પ્રશ્ન સંકલનનો અભાવ, આ બધા જ કારણોસર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી હોવા છતા અને કચ્નછે ફાળવી શકાય તેમ છે ઉપરાંત પણ કચ્છ ન માત્ર વર્તમાન સમયે પરંતુ આ પછીની રવિસિજનમાં પણ તોબાપોકારી જાય તો નવી નવાઈ નહી કહેવાય. વેળાસર જ જિલ્લાનુ રાજકીય જગત આ બાબતે સંવેદનશીલ બને, જાગૃતતા દેખાડે, સંકલન એક બીજા સાથે કરે, નર્મદા ડેમનું જળ ઓવરફલો થાય તે વધારાનુ પણી કચ્છને 
કેવી રીતે આપી શકાય તેમ છે, કયા કયા અવરોધી અને અધુરાશો વર્તમાન સ્થિતીએ નડી રહ્યા છે તે માટેની તમામ વ્યવસ્થાઓ ચકાસી અને આગામી પાંચ-સાત દીવસમાં જ નર્મદા જળથી કચ્છના જળાશયો, ડેમો ભરવામા આવે તે સમયની માંગ બની રહી છે.


..............

પંપિંગ સ્ટેશન (PS-૧) ની કેપેસિટી અને ક્ષમતાનો મોટો ખેલક


માંજુવાસ સ્થિત PS -૧ પંપિંગ સ્ટેશન ખાતેથી પાણી લિફ્ટ કરવાની ક્ષમતા હોવા છતાં આયોજનના અભાવે પૂરતું પાણી ખેંચાતું નથી.


મૂળ કેપેસિટીઃPS -૧ ખાતે ૭૦૦ ક્યુસેકના ૮ મોટા પંપ (૫૬૦૦ ક્યુસેક) અને ૩ નાના પંપ મળી કુલ ૬૨૦૦ ક્યુસેક પાણી લિફ્ટ કરવાની ક્ષમતા છે. *હાલની સ્થિતિઃ ૬૨૦૦ ક્યુસેકની કેપેસિટી સામે હાલમાં માત્ર ૧૪૦૦ ક્યુસેક પાણી જ લિફ્ટ થઈ રહ્યું છે. *નવા પંપનો વિવાદઃ વધારાનું પાણી ખેંચવા માટે ખાનગી કંપની દ્વારા ૭૦૦ ક્યુસેકના ૫ નવા મોટા પંપ મૂકવામાં આવ્યા હતા. જોકે, તેની ખાસ જરૂર ન હોવા છતાં આ ખર્ચ કરાયો હતો. પરંતુ હાલ આ પંપો બિનકાર્યદક્ષ અવસ્થામાં પડયા છે. જિલ્લાનારાજકીય પ્રતિનિધીઓ આ બાબતે વિના વિલંબે જરૂરી સંકલન કરી અને તે પૈકીનો એક પંપ પ વધુ ચાલુ થાય અને કચ્છને પાણીનો જથ્થો વધારે મળવા પામે તે દીશામાં એકશનમાં આવવુ જોઈએ.  સુધારા-વધારા કરવા માટે ટેકનિકલ સાધનો તાત્કાલિક મંગાવાયા  અને ૧૦ દિવસમાં તે તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ જોઈએ. જો મોટો પંપ ચાલુ થઈ જાય તો ૨૦૦૦ ક્યુસેક સુધી પાણી લિફ્ટ કરી શકાય તેમ છે, જેનાથી ટપ્પર અને અન્ય વિસ્તારોને રાહત મળી શકે.




.................

ટપ્પર ડેમ ખાલીખમ : ડાયવર્જન અને પુલિયાના કારણે લિંક ખોરવાઈ? પડી છે કોઈ ઝભ્ભાલેગાવાળાઓને આ બાબતે કંઈ?


ગાંધીધામ : અંજાર અને ગાંધીધામ સંકુલ સહિત આસપાસના વિસ્તારો માટે મીઠા પાણીનો આધાર સમાન ટપ્પર ડેમમાં હાલ માત્ર ૭૦૦ થી ૮૦૦ એમસીએફટી આસપાસ જ પાણી બચ્યું છે, જે સમય જતાં ખારું થઈ જવાની ભીતિ છે. લુડવા બ્રિજ પાસે રોડાંની સ્થિતી સર્જાયેલી છે.  ૨૦૫ કિમી સાંકળ પાસે લુડવા આવરબ્રિજ (પુલિયો) બનાવવાનું કામ ચાલુ હોવાથી ડાયવર્જન 
આપવામાં આવ્યું છે. ત્યાં માત્ર એવા પંપ નાખવામાં આવ્યા છે જે ૨૦૦ ક્યુસેકથી વધુ પાણી આગળ ધકેલી શકતા નથી!  જો પુલિયાનું કામ તાકીદે પતાવીને મોટો પંપ ચાલુ કરાય તો જ ૧૪૦૦ ના બદલે ૨૦૦૦ ક્યુસેક પાણી મેળવીને ટપ્પર ડેમ ભરી શકાય.


............

કચ્છના ૩ ડિવિઝન ઇન્ચાર્જ રાજના હવાલે : ધારાસભ્યો અને નેતાઓ ક્યારે જાગશે?


ગાંધીધામ : ગંધીનગર સરકાર કક્ષાએ રજુઆત કરવામાં કચ્છનુ જનપ્રતિનિધિત્વ કેમ મોરૂ સાબિત થાય છે.  કચ્છના નર્મદા નિગમમાં તદન બિનઅનુભવી અધિકારીઓ છે અને તે પણ ઈન્ચાર્જ જ મુકાયેલા છે.  કચ્છના પ્રતિનિધિઓ આ બાબતે મૌન સેવીને બેઠા હોવાનો રોષ જનતામાં જોવા મળે તે પણ સ્વાભાવીક જ છે. કચ્છ બ્રાંચ કેનાલના ૩ મહત્વના વિભાગો ઇન્ચાર્જ 
કાર્યપાલક ઇજનેરોના ભરોસે ચાલી રહ્યા છેઃ ૧. કચ્છ શાખા નહેર (૨/૪) - ભચાઉ. ૨. કચ્છ શાખા નહેર (૨/૬) - ભચાઉ ૩. કચ્છ શાખા નહેર (૨/૩) - આદિપુર આ ત્રણેય મહત્વના ડિવિઝનમાં બિનઅનુભવી ઇન્ચાર્જ અધિકારીઓ હોવાથી નિર્ણયશક્તિનો અભાવ વર્તાઈ રહ્યો છે. કચ્છના ધારાસભ્યશ્રીઓ આ ત્રણેય વિભાગોમાંથી ઈન્ચાર્જને મુકત કરી અને નિયમિત કાર્યપાલક ઈજનેરની નિમુણક કેમ નથી કરાવી શકતા? જો અહી વેળાસર જ કાર્યપાલક ઈજનેર ત્રણેય નિયમિત મુકાય તો તેમની ઈચ્છાશકિત અને જવાબદારી બન્નેમા ફર્ક પડી જાય તથા ઈન્ચાર્જ અધિકારી પર રહેલુ કામનુ ભારણ પણ ઓછુ જ થઈ શકે


..................

કયા રાજકારણીએ આ બાબતે ચિંતા સેવી છે? 
કેનાલોની બલિહારી : માટી ભરાઈ ગઈ પણ ૬૭ કરોડનું ટેન્ડર ગાંધીનગરમાં ધૂળ ખાય છે!



આજે કદાચ  પાણી છોડવામાં આવે તો પણ કેનાલોની સફાઈ અને સમારકામ વગર તે છેવાડા સુધી પહોંચી શકે તેમ નથી*માટીથી ભરાયેલી કેનાલઃ કચ્છ બ્રાંચ કેનાલમાં સાંકળ ૦ થી ૮૨ સુધી અતિશય માટી ભરાઈ ગઈ છે.*ટેન્ડર અટકાયુંઃ  સાંકળ ૮૨ થી ૧૩૨ સુધીની સફાઈ માટે વાસ્કોસ કંપની દ્વારા સર્વે કરીને રૂ. ૬૭ કરોડનું એસ્ટીમેટ બનાવવામાં આવ્યું હતું. પરંતુ, આ ફાઇલ અને ટેન્ડર છેલ્લા બે વર્ષથી ગાંધીનગર ખાતે સ્ડ્ઢ (મેનેજિંગ ડિરેક્ટર) ના ટેબલ પર મંજૂરીની રાહ જોઈને પડતર પડ્યા છે.*ગાગોદર સબ બ્રાંચની દયનીય સ્થિતિઃ ગાગોદર સબ બ્રાંચ કેનાલ માટીથી પૂરાઈ ગઈ છે. અહીં માત્ર ૬ કિમી સુધી જ પાણી જાય છે. ૨૦ કિમી સુધીનું કામ ચાલુ છે, જ્યારે ૩૬ કિમી 
પછી તો કામ થાય તેમ જ નથી! *વાંઢિયા સબ બ્રાંચઃ ૭૫ કિમીની વાંઢિયા સબ બ્રાંચમાંથી માત્ર ૩૬ કિમી સુધી પાણી પહોંચાડવા માટે હાલ તંત્ર દોડધામ કરી રહ્યું છે.


.................


કચ્છને નર્મદાજળ મળે તેના ઉકેલ માટે તાકીદે શું કરવું જરૂરી?

*નિયમિત નિમણૂક : કચ્છના ત્રણેય ડિવિઝનમાં તાત્કાલિક પૂર્ણકાલીન (રેગ્યુલર) કાર્યપાલક ઇજનેરોની નિમણૂક કરાવવી. 
* અછત સમાન ધારાનો અમલઃ કલેક્ટર દ્વારા યુદ્ધના ધોરણે અછત અંગેની કલમો લાગુ કરી તમામ નર્મદા સ્ટાફના હેડક્વાર્ટર છોડવા પર પ્રતિબંધ મૂકવો અને ગ્રાઉન્ડ મોનિટરિંગ ગોઠવવું.
*અટકેલી ગ્રાન્ટ/ટેન્ડર મંજૂર કરાવવાઃ સ્ડ્ઢ કક્ષાએ અટકેલું ૬૭ કરોડનું સફાઈનું ટેન્ડર અને સીએસઆર ગ્રાન્ટમાંથી પેટા કેનાલોની સફાઈનું કામ તાકીદે મંજૂર કરાવવું.
*નેતાઓ સાઇટ વિઝિટ કરેઃ ગાંધીનગરમાં બેઠા બેઠા પાણી છોડવાના દાવા કરવાના બદલે કચ્છના નેતાઓએ અને ઉચ્ચ અધિકારીઓએ સાઇટ પર જઈ કેનાલો અને 
પંપિંગ સ્ટેશનોની સ્થિતિ સમજી કામગીરી ચાલુ કરાવવી જોઈએ.

...........

જાગો કિસાન સંધના આગેવાનો જાગો.!


મધ્યપ્રદેશનો ઇન્દિરા સાગર ડેમ ખાલી : 
રવિ સીઝનમાં પાણી મળવું મુશ્કેલ!


ગાંધીધામ : સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર, માત્ર સરદાર સરોવર ઓવરફ્લો થવાથી કચ્છની રવિ સીઝન પાર નહીં પડેઃ*પાણી આપણું, વીજળી સ્ઁનીઃ સરદાર સરોવરથી ૮૦૦ કિમી દૂર આવેલો મધ્યપ્રદેશનો ‘ઇન્દિરા સાગર ડેમ’ હાલ માત્ર ૨૩ ટકા જ ભરાયેલો છે! *નિયમ શું કહે છે?ઃ સરદાર સરોવરમાં નિયમ મુજબ ૧૫ ઓક્ટોબરથી ૧ માર્ચ સુધી રવિ સીઝન માટે પાણી 
આપવાનું હોય છે. પરંતુ, જો ઉપરના ૫ ડેમોમાંથી ૯ મિલિયન એકર ફીટ પાણી ન મળે, તો ઓવરફ્લો બંધ થયા બાદ ઉપલબ્ધ ૪.૭૫ એકર મીટર પાણી માત્ર પીવા માટે રીઝર્વ રાખવાની નોબત આવશે. * 
પરિણામે, આગામી રવિ સીઝનમાં ઘઉં જેવા પાકો માટે પાણી મળવાની શક્યતા નહિવત્‌ છે. માત્ર ઘાસચારો જ થઈ શકશે. વર્ષ ૨૦૨૭માં પણ ‘અલ-નિનો’ની અસર રહેવાની હોઈ પીવાના પાણીનું ઘોર સંકટ સર્જાઈ શકે છે.

Comments

COMMENT / REPLY FROM