Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

07 September



ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી વ્હીલર પેસેન્જર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ  કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૫/૯ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૭/૯ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૧૭/૯ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન તા.૧૯/૯ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે.  સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. 
------

Comments

COMMENT / REPLY FROM