સૂરમઈ શામ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા રામદેવ સેવાશ્રમ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંચાલિત રામદેવ સેવા આશ્રમ, પાલારા મહાદેવ પાસે ભુજ ખાતે સૂરમઈ શામ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સેવા અને સંગીતના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના કલાકારો દ્વારા ગીત-સંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે આશ્રમમાં રહેતા બાળકો તથા વડીલો માટે નાસ્તાની સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સુંદર સેવા કાર્ય અને સંગીતમય કાર્યક્રમનો હિસ્સો બની ગયો હતો . સૂરમઈ શામ ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ મિત્રોએ જુના અને નવા ગીતો દ્વારા આશ્રમમાં રહેતા માનસિક લોકોને આ સુરમઈ શામ ફ્રેન્ડ ગ્રુપ ના કલાકારોએ ખુશ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ ચૌહાણ, નરેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્ર પારેખ, કેતન ચૌહાણ, આશાબેન ભાટીયા, જયંતિભાઈ પરમાર, ભાવનાબેન ઠક્કર, મુકેશભાઈ, રીનાબેન, બ્રિજેશભાઈ, કેશવજીભાઈ, કોકીલાબેન, કિરણભાઈ, રિયા ગોસ્વામી, પ્રદીપ જોશી, ધવલ ડોડીયા, મહમદભાઈ સૌ કલાકારોએ ગીતો રજૂ કર્યા હતા.
-------

Comments