વરસાણા-ભુજ હાઈવે પર કારની ટકકરે મહીલાનું કરૂણ મોત
ગાંધીધામ GIDC રોડ પર બાઇક અકસ્માતમાં યુવકનું મોત
અંજારઃ અંજાર તાલુકાના મોડવદર નજીક કનૈયા હોટેલ સામે વરસાણા-ભુજ હાઈવે પર રોંગ સાઈડમાં પૂરઝડપે આવેલી ક્રેટા કારે અકસ્માત સર્જતા એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના ચાર સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
માળીયા મીયાણાના રહીશ અબ્દુલગફાર સંધવાણી પોતાના પરિવાર સાથે હાજીપીરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કનૈયા હોટેલ સામે સામેથી રોંગ સાઈડમાં આવેલી સફેદ રંગની ક્રેટા કાર (નં. GJ -૧૨-EE-૯૫૨૮)ના ચાલકે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં આયશાબેન મોયુદીન નામના મહિલાને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જી વાહન મૂકી નાસી છૂટ્યો હતો. અંજાર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.બીજીતરફ ગાંધીધામના કોટેશ્વર ચાર રસ્તાથી GIDC તરફ જતા રસ્તા પર એક મોટરસાયકલ ચાલકે પાછળથી ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું છે.
સપનાનગરમાં રહેતા ભરતભાઈ મહેશ્વરીના ભાઈ હરેશભાઈ અને તેમના મિત્ર મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી અન્ય મોટરસાયકલ (નં. GJ -૩૯-A-૪૭૬૨)ના ચાલકે હરેશભાઈની બાઇકના હેન્ડલ સાથે પોતાની બાઇક અથડાવી હતી. અકસ્માતમાં હરેશભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું નીપજ્યું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ફરાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Comments