આડેસર-ચિત્રોડ હાઈવે પર અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર
હત્યા કે આત્મહત્યા? સહારા હોટલ નજીકથી મળી હિન્દીભાષી મહિલાની લાશ, પોલીસે તપાસ હાથ ધરી
ગાંધીધામ - કચ્છ ઉદય : કચ્છના આડેસર-ચિત્રોડ હાઈવે પર સહારા હોટલ નજીકથી એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલા હિન્દીભાષી હોવાનું જાણવા મળ્યું છે, જોકે તેની ઓળખ હજુ સુધી થઈ નથી.ઘટનાની જાણ થતાં આડેસર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આડેસર પોલીસ મથકના પી.આઈ. જે.બી. આચાર્યની આગેવાની હેઠળ તપાસ ચાલી રહી છે.આ સંદર્ભે પીઆઈ શ્રી આચાર્યની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, એક અજાણી મહીલાનો મૃતદેહ મળયો છે. હજુ સુધી તેમની ઓળખ થવા પામી નથી. મહીલાના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. મહિલાનું મોત હત્યા છે કે આત્મહત્યા, તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ માટે મૃતદેહને જામનગર રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Comments