બીએલબીએસઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી
ભુજ - કચ્છઉદય : ભુજ લોહાણા બોર્ડિંગ સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (બીએલબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ) ખાતે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભજન, વક્તવ્ય તેમજ રાધા-કૃષ્ણ આધારિત સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણ જન્મ પ્રસંગને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ ઉત્સાહ અને આનંદ સાથે ગરબાની રમઝટ માણી હતી.
-------

Comments