શિક્ષક દિને શિક્ષકો કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવશે
પડતર પ્રશ્નોને લઈને રાજ્યસંઘ દ્વારા આદેશ : ટેટ પરીક્ષામાંથી મુક્તિ તથા જુની પેન્શન યોજનાના પુનરૂત્થાન માટે રાષ્ટ્રવ્યાપી કાર્યયોજના : ૭ ઓક્ટોબરે દિલ્હી ખાતે ઝોનલ કક્ષાના ધરણા
ભુજ-કચ્છઉદય : તાજેતરમાં સુપ્રિમ કોર્ટનો આદેશ ૨૦૧૦ પહેલાંના સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) ફરજિયાત બનાવવાનો મુદ્દો દેશભરના શિક્ષણ સમૂદાય માટે ગંભીર ચિંતાનો વિષય છે. સાથે જુની પેન્શન યોજના (ઓપીએસ) તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની સૌથી મહત્વપૂર્ણ ચિંતાઓમાંની એક છે. આ બાબતે અ.ભા.પ્રા.શિ.સંઘ (એઆઈપીટીઈ)ની સૂચના મુજબ ગુ.રા.પ્રા.શિ.સંધ (જીએસપીટીએફ) દ્વારા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ધરણાં કરી આવેદનપત્રો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આપી અને દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણમંત્રીને પહોંચાડવવા તથા આ બાબતે યોગ્ય કરવા જણાવેલ હતું.
આ મુદ્દાઓ પર રાષ્ટ્રવ્યાપી અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે અ.ભા.પ્રા.શિ.સંધ દ્વારા તમામ રાજ્યોને આંદોલન કાર્યક્રમનો અમલ કરવા અને વધુમાં વધુ ભાગીદારી નોંધાવવા સૂચના આપવામાં આવી છે. આંદોલનના ભાગરૂપે ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૬ શિક્ષક દિને બ્લેક બેજ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.૫મી સપ્ટેમ્બર રાષ્ટ્રિય શિક્ષક દિવસે શિક્ષકોની મુખ્ય માંગણીઓ સંદર્ભે રાજ્યના તમામ શિક્ષકોએ કાળા પટ્ટા-કાળી પટ્ટી ધારણ કરી બ્લેક બેજ વિરોષ દર્શાવવા તથા શિક્ષકોની વાજબી માંગણીઓને ઉજાગર કરવા બેઠકો, પ્રદર્શનો, પ્રેસ વાર્તાલાપ અને જાગૃતિ ઝુંબેશનું આયોજન કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આ સાથે આગામી તા.૬ થી ૯ ઓક્ટોબર ૨૦૨૬ દરમ્યાન નવી દિલ્હી જંતર મંતર ખાતે એક ઝોનલ ધરણાંનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યને ઝોનલ કક્ષાના પરણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તા. ૭મી ઓક્ટોબર ૨૦૨૬ ફાળવવામાં આવેલ છે. એ દિવસે પણ ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેશે.
ટેટ આદેશથી પ્રભાવિત સેવામાં રહેલા શિક્ષકોના પક્ષમાં કાયદાકીય અને નીતિગત હસ્તક્ષેપ કરવા, આરટીઈ કાયદાના અમલીકરણ પહેલાં નિયુક્ત શિક્ષકો માટે યોગ્ય સુધારા અને રાહત પગલાં માટે તથા જુની પેન્શન યોજના તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવા માટે સંસદના શિયાળુ સત્ર દરમ્યાન નવી દિલ્હી ખાતે એક વિશાળ રાષ્ટ્રીય કક્ષાના ધરણાંનું આયોજન કરવામાં આવશે. સંસદ સત્રના સમયપત્રકની સૂચના પછી ધરણા માટે ચોક્કસ તારીખો જાહેર કરવામાં આવશે. એઆઈપીટીએફ દૃઢપણે માને છે કે, આ સંઘર્ષ ભારતભરના લાખો શિક્ષકોના ગૌરવ, સેવા સુરક્ષા, પેન્શન અધિકારો અને વ્યાવસાયિક ભવિષ્ય સાથે સંબંધિત છે. તેથી આ કાર્યો પ્રત્યે એકતા દર્શાવવા ઈચ્છુક તમામ કર્મચારી સંગઠનોને આ ચળવળમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
અ.ભા.પ્રા.શિ.સંઘ અને ગુ.રા.પ્રા.શિ.સંઘ દ્વારા તમામ સંલગ્ન જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘો, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘો અને શાળા સ્તરે આ પ્રશ્ને વ્યાપક ગતિશીલતા હાથ પરવા અને કાર્યક્રમોની સફળતા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, કેરણા આહિર, હરિસિંહ જાડેજા , વિલાસબા જાડેજા, હરદેવસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા જણાવાયું છે.
-----------------
પેટા

Comments