Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સાતમ-આઠમના મેળા દરમિયાન નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે લોકોને કરાઈ અપીલ 

03 September


ભુજ-કચ્છઉદય : ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ ભુજના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર કાંઠે યોજવામાં આવેલ સાતમ-આઠમના મેળામાં લોકોને અપીલ કરવામાં આવેલ હતી. જેમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,  પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ, નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ મારુ,  ભુજ નગરપાલિકાના પ્રમુખ  શીતલભાઇ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર પિંકલબેન પટેલ, ભુજ નગર પાલિકાના પદાધિકારી તથા ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
---------

Comments

COMMENT / REPLY FROM