Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ ફાયર ટીમની સાહસિક કામગીરી : ર૦૦ ફુટ ઉપરથી મૃતદેહને ઉતાર્યો 

03 September



ભચાઉ-કચ્છઉદય : ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને કોલ આવતા કે ભચાઉ તાલુકાના ધરાણા  ગામની સીમમાં એક ખેતરમાં ૨૨૦ વોલ્ટ કેવીમાં એક વ્યક્તિ લટકી ગયો છે. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જોતા કે એક વ્યક્તિએ ગળે ફાંસો ખાધેલ છે. ૨૦૦ ફૂટ ઊંચા ૨૨૦ વોલ્ટ કેવીના થાંભલા પર ચડવું અને બોડીને નીચે ઉતરવું ખુબજ અઘરું હતું. એક પડકાર જનક હતું. ભચાઉ ફાયર ટીમ તત્કાલી પોલ ઉપર ચડવા લાગ્યા જેમ જેમ ઉપર જતા ગયા તેમ હવા  લાગવા માંડી. ૨૦૦ ફૂટની ઊંચાઈથી એક બોડી ઉતરવું ખુબજ અઘરું બન્યું હતું. ૩ કલાકની મહા મહેનત બાદ બોડી નીચે ઉતારીને પોલીસને હવાલે કરેલ હતી. તેની ઓળખ તરીકે સંજય કુમાર છે અને ઝારખંડનો રહેવાસી છે. આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ, મયુર રામાનંદી, જયરાજસિંહ જોડાયા હતા.
------

Comments

COMMENT / REPLY FROM