નખત્રાણા રામેશ્વર વિસ્તારમાં મગર દેખાતા દહેશત ફેલાઈ
નખત્રાણા - કચ્છઉદય : રામેશ્વર વિસ્તાર નખત્રાણાની ભાગોળે આવેલ છે. જ્યાં રામદેવપીરનો મેળો યોજાય છે અને ત્યાં નાના-મોટા તળાવો આવેલા છે ત્યાં મગરે દેખા દેતા દહેશત ફેલાઈ હતી. આ વિસ્તારની આસપાસ સોસાયટી - રહેણાંક વિસ્તારો છે અને આ સ્થળે ગત વર્ષે પણ મગર દેખાયો હતો. વનખાતાએ ત્યાં બોર્ડ પણ માર્યા હતા. આ વચ્ચે પણ મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો છે. તંત્ર તાકિદે પગલાં લે તેવી માંગ ઉઠી છે.
--------

Comments