ભુજોડી ખાતે પોષણ માસ અંતર્ગત ફોર્ટિફાઇડ ચીજવસ્તુઓના રોજિંદા જીવનમાં વપરાશ અંગે તાલીમ યોજાઈ
ભુજ - કચ્છઉદય : વંદેમાતરમ્ મેમોરિયલ, ભુજોડી ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અનુમતિથી ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને જિલ્લા પુરવઠા વિભાગ-કચ્છના સંયુક્ત ઉપક્રમે સુપોષિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા અને એનિમીયા મુક્ત ભારત તેમજ પોષણ માહ અંતર્ગત ફોર્ટિફાઇડ ચીજ વસ્તુઓનો રોજિંદા જીવનમાં વપરાશ થાય તેમજ ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપવા બાબત તાલુકા કક્ષાના આરોગ્ય, શિક્ષણ અને પુરવઠા વિભાગના અધિકારીઓની ફૂડ ફોર્ટિફિકેશન અંગેની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર, રીજનલ કોર્ડીનેટર - ફૂડ કોર્ટીફીકેશન, અમદાવાદ ડિવિઝન ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટર ટ્રેનર જગદીશ સાઠે દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા રોજિંદા જીવનમાં શરીર માટે જરૂરી પોષક તત્વોની ઉપયોગિતા અંગે ખૂબ સચોટ માહિતી આપવામાં આવી હતી. ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠા અંગેની ગેર માન્યતાઓ દૂર કરી અને તેના ફાયદા અંગેની લોક જાગૃતિ ફેલાય અને સુપોષિત ભારત તથા એનિમિયા મુક્ત ભારત બને તે અંગેના જુદા જુદા વિડિઓ તેમજ પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી વી.એચ.બારહટ દ્વારા તાલીમ સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પુરવઠા મેનેજર (ગ્રેડ-૨) શ્રી યાદવ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-૨ ડી.એન.લહુઆ દ્વારા તાલીમ લીધા બાદ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવામાં આવે અને ગ્રાઉન્ડ લેવલે લોકોમાં જાગૃતિ ફેલાય એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રિયોજનલ કો ઓર્ડીનેટર, ફૂડ ફોર્ટિફિકેશન, ન્યૂટ્રિશન ઇન્ટરનેશનલ - જીવીટી, રાજકોટ ડિવિઝનના વિપુલ ઠાકર દ્વારા કરવામાં આવી હતી.
----

Comments