ભુજ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો
ભુજ : વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ ભુજના પ્રમુખ રાજેશભાઈ માંડલિયા, મહિલા મંડળના પ્રમુખ મીતાબેન કોંઠીયા અને યુવક મંડળના પ્રમુખ કુલદીપભાઈ ગેરિયાના હેજા હેઠળ ભવ્ય ૯ દિવસ નવરાત્રીનુંં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના વિવિધ સ્વરૂપ અને ૩ દિવસ કોમ્પિટીશન રાઉન્ડ યોજાયો હતો, જેમાં ચિલ્ડ્રન, સિનિયર સિટીઝન, જનરલ તથા કપાલ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. છેલ્લે વિજયાદશમીના દિવસે શાસ્ત્ર અને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિજનોએ નવરાત્રિમાં ઉમળકાભેર ભાગ લીધો હતો.
--------------

Comments