Trending News
સ્થાનિક સમાચાર

લાયોનેસ ક્લબ ભુજ દ્વારા હિંડોળા શણગાર હરીફાઈ યોજાઈ 

24 August



ભુજ-કચ્છઉદય : લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમ્નમ સ્તોત્ર, રુદ્રાષ્ટકમ, બિલ્વાષ્ટકમ અને શિવ સત્સંગ સાથે સમસ્ત બહેનો માટે હિંડોળા શણગાર હરીફાઈ યોજવામાં આવી હતી. પ્રોજેક્ટ ચેરમેન અને દાતા ક્લબના સભ્ય જશુબેન વેગડ હતાં. પ્રથમ- મીતાબેન સોની, દ્વિતીય જ્યોતિબેન પવાણી, તૃતીય દિવ્યાબેન રામાણી, આશ્વાસન ઇનામમાં શિવાની ઝવેરી, દૃષ્ટિ ઝવેરી, ડોલી છાતાડા, રહ્યા હતા. નિર્ણાયક તરીકે રમીલાબેન મહેતા અને નયનાબેન માણેકે સેવા આપી હતી. જશુબેન વેગડ તરફથી બધાને ઇનામ અને નાસ્તો આપવામાં આવેલ હતો. ભાવનાબેન ઝવેરી દ્વારા પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીને વિવિધ હિંડોળામાં ઝુલાવવાનું શું મહત્વ હોય અને કેવા પ્રકારના હિંડોળા હોય તે રમીલાબેન મહેતાએ વિસ્તૃત રીતે સમજણ આપી હતી. પ્રમુખ રીટાબેન, મંત્રી હર્ષાબેન, ખજાનચી બેલાબેને આયોજન કરેલ હતું. તેજલબેન, જીજ્ઞાબેન, મીનાબેને વ્યવસ્થા સંભાળેલ હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM