Trending News

ગાંધીધામના સુંદરપુરીમાં હાઈપ્રોફાઈલ જુગાર કલબ નું....

ગાંધીધામ આવકવેરા કાર્યાલયમાં ઓએસડી રહી ચૂકેલા જે.....

મુન્દ્રાથી દુબઈ એક્સપોર્ટ થયેલા રૂ. ૧.૩૮ કરોડના બા...

મુન્દ્રાના પોર્ટ નજીકના પાર્કિંગમાં ટ્રેલરમાંથી ૩૭...

ભાવનગરના દર્દનાક લઠ્ઠાકાંડના કચ્છમાં  ઘેરા પ્રત્યા...

ખો-ખોની ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ઝળકી : રાજ્યક...

સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ ન...

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી...

કંડલાના ૩ કરોડના ખજૂરકાંડમાં નાપાક કડીની ચકચાર : D...

આધોઈ સોપારી કાંડમાં નવા કડાકા ભડાકા : કાસેઝના ફોલ્...

કચ્છમાં NIA નો મોટો ધમધમાટ? : દરિયાઈ માર્ગે ચીન-પા...

માળીયા હાઈવે પરથી કચ્છ આવતો ૨૪ લાખનો દારૂ પકડાયો

સ્થાનિક સમાચાર

ગાંધીધામના સુંદરપુરીમાં હાઈપ્રોફાઈલ જુગાર કલબ નું ટેન્ડર ખુલ્યું : તલાવડી - પ્રાથમિક શાળા પાસે દરરોજ લાખોની હારજીતના ખેલ

23 August

ધીરે ધીરે બોલ કોઈ સુન ના લે... સુન ના લે કોઈ!



કોની લીલીઝંડી? કોની મંજૂરીથી શરૂ થયા આ કાળા કારોબાર? 
એ-ડિવિઝન પોલીસમાંથી કોણ કરી રહ્યું છે લાખોનો વહીવટ?

દરરોજ રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી ધમધમે છે જુગારધામઃ રૂ. ૧૦થી ૧૨ લાખનું વ્યાજવટાવનું નેટવર્ક પણ ત્યાં જ હાજર! : જુગાર રમવા માટે વ્યાજે નાણા ધીરનારાઓ પણ પહોચી આવતા હોવાની ચકચાર 



ગાંધીધામ : ગાંધીધામના ચર્ચિત સુંદરપુરી તલાવડી અને પ્રાથમિક શાળા જેવા જાહેર વિસ્તારમાં જ એક હાઈપ્રોફાઈલ જુગાર કલબનું ‘ટેન્ડર’ ખુલી ગયું હોવાની વિગતો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. બાળકના ભવિષ્ય ઘડતા શાળા વિસ્તારની બિલકુલ નજીક રાત્રે ૧૦ વાગ્યાથી લઈને વહેલી સવારે ૬ વાગ્યા સુધી રોકડ નાણાંની મોટો હારજીત સાથે આ જુગારધામ ધમધમી રહ્યું છે, પરંતુ સ્થાનિક ખાખી વર્ધી આ અંગે અજાણ હોય તેમ મૌન સેવીને બેઠી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જુગાર કલબમાં દરરોજ રૂ. ૧૦થી ૧૨ લાખ સુધીનો મોટો જુગાર રમાઈ રહ્યો છે. એટલું જ નહીં, જુગારના શોખીનો પૈસા હારી જાય તો તેમને રમાડવા માટે સ્થળ પર જ લાખો રૂપિયા વ્યાજે આપનારા વ્યાજખોરો પણ હાજર રહે છે. કલબના સંચાલકો દ્વારા રમનારાઓ માટે તમામ પ્રકારની ‘સુવિધાઓ’ ઉભી કરવામાં આવી છે.
શાળા જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલું મોટું દૂષણ ખુલ્લેઆમ ચાલતું હોવા છતાં કાયદાના રક્ષકો મૌન કેમ છે? ‘કોની મંજૂરી અને કોની લીલીઝંડીથી આ જુગારધામ શરૂ થયું?’ તેવા સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ચર્ચા તો ત્યાં સુધી છે કે એ-ડિવિઝન પોલીસ મથકમાંથી જ કોઈ વહીવટદાર દ્વારા લાખોનો હપ્તા-વહીવટ કરીને આવા દૂષણોને ખાતરીપૂર્વક પરવાનો આપવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ હાઈપ્રોફાઈલ કલબ પર ત્રાટકે છે કે પછી આ ‘ધીરે ધીરે બોલ’નો ખેલ આમ જ ચાલતો રહેશે!
..........

Comments

COMMENT / REPLY FROM