Trending News

ખો-ખોની ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ઝળકી : રાજ્યક...

સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ ન...

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી...

કંડલાના ૩ કરોડના ખજૂરકાંડમાં નાપાક કડીની ચકચાર : D...

આધોઈ સોપારી કાંડમાં નવા કડાકા ભડાકા : કાસેઝના ફોલ્...

કચ્છમાં NIA નો મોટો ધમધમાટ? : દરિયાઈ માર્ગે ચીન-પા...

માળીયા હાઈવે પરથી કચ્છ આવતો ૨૪ લાખનો દારૂ પકડાયો

ભુજ પીજીવીસીએલમાં બોગસ મીટર કૌભાંડ- વીજચોરીમાં તોડ...

ગાગોદરના સોમાણીવાંઢમાં જુગારધામ પર દરોડો 

ગાંધીધામમાંથી ૮૦૪ કરોડ ના બોગસ સર્ટિ. કૌભાંડનો પર્...

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

રમત જગત

ખો-ખોની ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ઝળકી : રાજ્યકક્ષા માટે પસંદગી

22 August


કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ 


ભુજ - કચ્છઉદય : હરીપર સ્થિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સૂરજ શિક્ષણધામની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થાનું નામ રો શન કર્યું છે. તાજેતરમાં યોજાયેલી શાળાકીય એસજીએફઆઈ ખો-ખો સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ સંસ્થાની કન્યાઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં અંડર-૧૭ અને અંડર-૧૯ વયજૂ્‌થમાં દીકરીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે અંડર-૧૪ વયજૂથની ટીમ જિલ્લાકક્ષાએ દ્વિતીય ક્રમાંકે રહી છે. 
દીકરીઓમાં શિસ્ત, એકતા અને એકાગ્રતા જેવા ગુણો વિકસે તે માટે દિવસ - રાત સખત મહેનત કરાવી માર્ગદર્શન પૂરૂ પાડનાર રમતગમત શિક્ષકો / કોચ વૃતિક્ષાબહેન રાઘવાણી, દિપીકાબહેન વાળા,  સંધ્યાબહેન પરમાર અને ખુશ્બુબહેન પરમારના પરિશ્રમને બિરદાવવામાં આવ્યો હતો. સિદ્ધિ બદલ કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા,  કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, ટ્રસ્ટી કાન્તાબેન વેકરીયા, કસ્તુરબેન ગોરસિયા, આચાર્ય હેતલબેન ભુડીયા તથા ગૃહમાતા ખુશ્બુબેન સહિત સમગ્ર સંસ્થા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી કચ્છનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
પ્રથમ વિજેતા ખેલાડીઓમાં અન્ડર-૧૭ની ટીમમાં પ્રિતીશા પ્રવિણ હિરાણી, નીયતી ભરત સીયાણી, અંકિતા કમલેશ વેકરીયા, રીયાબેન માવજી વેકરીયા, ખુશી અનીલકુમાર હીરાણી, અંજુ ધનજી ભંડેરી, તેજસ્વી ખીમજી વેકરીયા, તનવી રામજી પિંડોરીયા, હર્ષિદા હરજી કેરાઈ, નિયતી જાદવજી ગાજપરીયા, પ્રિયાંશી પ્રવિણભાઈ વાઘજીયાણી અને હેતસ્વી જેઠાલાલ ગોંડરીયા છે. 
અન્ડર-૧૯માં દિલશી બિપીનકુમાર હિરાણી, ટીશા હરિલાલ ભૂડિયા, સુનિતા કિશોરભાઈ વરસાણી, પ્રિયંકા નિલેષ હિરાણી, ભકિત હરજી કેરાઈ, ઈશા વિનોદકુમાર કેરાઈ, જાનવી નાનજીભાઈ કેરાઈ, નેહલ ભરત વાગાણી, ઉર્વિ ભરત હિરાણી, યશવી કિશોર ભુવા, ક્રિષ્ના દિનેશ હાલાઈ અને ધ્રુતિ દિનેશ ભુવાનો સમાવેશ થાય છે. 
તો જિલ્લા કક્ષાએ દ્રિતિય નંબર લાખનાર અંન્ડર ૧૪ની ટીમમાં જિક્ષા વિનોદ કેરાઈ, ખુશી રમેશ ભુવા, સ્નેહા દિનેશ હિરાણી, જાનવી જીતેશ વેકરીયા, હર્ષની રમેશ પાંચાણી, સ્નેહા હરીશ પાધરા, ધ્રુવી મનસુખ વરસાણી, શ્રેયા રાજેશ વેકરીયા, ધ્રુવી ભરત ખેતાણી, સ્નેહલ દિનેશ હિરાણી, પ્રાર્થના અરવિંદ વેકરીયા અને હસ્તી કાનજી હાલાઈ વિજેતા રહી હતી.
------

Comments

COMMENT / REPLY FROM