Trending News

ગાંધીધામના સુંદરપુરીમાં હાઈપ્રોફાઈલ જુગાર કલબ નું....

ગાંધીધામ આવકવેરા કાર્યાલયમાં ઓએસડી રહી ચૂકેલા જે.....

મુન્દ્રાથી દુબઈ એક્સપોર્ટ થયેલા રૂ. ૧.૩૮ કરોડના બા...

મુન્દ્રાના પોર્ટ નજીકના પાર્કિંગમાં ટ્રેલરમાંથી ૩૭...

ભાવનગરના દર્દનાક લઠ્ઠાકાંડના કચ્છમાં  ઘેરા પ્રત્યા...

ખો-ખોની ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ઝળકી : રાજ્યક...

સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ ન...

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી...

કંડલાના ૩ કરોડના ખજૂરકાંડમાં નાપાક કડીની ચકચાર : D...

આધોઈ સોપારી કાંડમાં નવા કડાકા ભડાકા : કાસેઝના ફોલ્...

કચ્છમાં NIA નો મોટો ધમધમાટ? : દરિયાઈ માર્ગે ચીન-પા...

માળીયા હાઈવે પરથી કચ્છ આવતો ૨૪ લાખનો દારૂ પકડાયો

ક્રાઈમ

મુન્દ્રાના પોર્ટ નજીકના પાર્કિંગમાં ટ્રેલરમાંથી ૩૭ લાખનું હેરોઇન ઝડપાયું

23 August




માદક પદાર્થ, કન્ટેનર અને રોકડ સહિત કુલ ૧.૫૮ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ : પંજાબનો ડ્રગ્સ માફિયા ‘બઘા’ ફરાર, એસઓજીની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ


ભુજ : મુન્દ્રા તાલુકાના મોખા ગામ નજીક પ્રાગપર રોડ પર આવેલા અદાણી પાર્કિંગમાં એસઓજીએ દરોડો પાડીને ૩૭ લાખના હેરોઇનના જથ્થા સાથે પંજાબના એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. 
આ અંગે પ્રાગપર પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારીની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ચેતનસિંહ જાડેજા અને હે.કો. ગોપાલભાઈ ગઢવીને મળેલી ચોક્કસ બાતમી મુજબ, પંજાબનો કારજસિંઘ નામનો શખ્સ પી.બી. ૦૪ વી ૮૨૬૬ નંબરનું ટ્રેલર લઈને અદાણી પાર્કિંગમાં ઊભો હતો. પોલીસને પાક્કી માહિતી હતી કે આ શખ્સ પાસે ડ્રગ્સનો 
મોટો જથ્થો છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સરકારી પંચ બોલાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ કાફલો અદાણી પાર્કિંગ પહોંચ્યો ત્યારે આરોપી કારજસિંઘ ટ્રેલરમાં હાજર હતો. પંચોની રૂબરૂમાં ટ્રેલરની સઘન ઝડતી લેતા શરૂઆતમાં સામાન્ય લાગતા ટ્રેલરમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં ડ્રાઈવરની કેબિનમાં આગળના ભાગે લાકડાના છુપા ખાના મળી આવ્યા હતા. આ ખાનામાંથી એક કાળા કલરનું હેન્ડ બેગ મળી આવ્યું. જ્યારે આ બેગ ખોલવામાં આવ્યું ત્યારે અંદરથી રોકડ રકમ, મોબાઈલ અને એક સફેદ પારદર્શક કોથળી મળી આવી. આ કોથળીમાં રહેલો ક્રિમ કલરનો પાવડર જોતા જ પોલીસને શંકા ગઈ. તુરંત જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના સાયન્ટિફિક ઓફિસર વી.બી. અંટાળાને ઘટનાસ્થળે બોલાવાયા તેમણે ખાસ કીટ દ્વારા સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કર્યું, જેમાં સકારાત્મક પરિણામ આવ્યું કે આ પદાર્થ હેરોઇન છે. ડિજીટલ વજનકાંટા પર વજન કરતા આ હેરોઇનનો જથ્થો ૧૮૫ ગ્રામ હોવાનું જણાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં એક ગ્રામ હેરોઇનની કિંમત આશરે રૂ. ૨૦,૦૦૦ ગણતા, જપ્ત કરાયેલા ૧૮૫ ગ્રામ ડ્રગ્સની કિંમત રૂ. ૩૭ લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત હેન્ડ બેગમાંથી અલગ-અલગ દરની ચલણી નોટોના કુલ રૂ. ૧,૫૯,૧૦૫ રોકડા પણ મળી આવ્યા હતા. ૪૦ લાખના ટ્રેઇલર અને ૮૦ લાખના કન્ટેઇનર સહિત કુલ ૧,૫૮,૭૯,૩૦૫નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ મામલે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં આરોપી કારજસિંઘ અને ભાગેડુ રવિ ઉર્ફે બઘા સામે નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. 


......


૨.૪૦ લાખમાં ખરીદેલું ડ્રગ્સ મુન્દ્રામાં છૂટકમાં વેચીને નફો રળવાનો ઈરાદો હતો 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી કારજસિંઘ કુલબીરસિંઘ માનીસ (ઉ.વ. ૩૦, રહે. જફ્ફારવાલા, તા. ધરમકોટ, જી. મોગા, પંજાબ) એ કબૂલાત કરી છે કે આ ડ્રગ્સ તેણે પંજાબથી મેળવ્યું હતું. આજથી પાંચ-છ દિવસ પહેલા તેણે પોતાના જ વિસ્તારના મિત્ર રવિ ઉર્ફે બઘા (રહે. મોગા, પંજાબ) પાસેથી ૨૦૦ ગ્રામ હેરોઇન રૂ. ૨,૪૦,૦૦૦ રોકડા આપીને ખરીદ્યું હતું. આરોપીનો મનસૂબો એવો હતો કે તે મુન્દ્રા ખાતે કન્ટેનર લોડિંગ કરવાના બહાને આવે, અને અહીં છૂટકમાં આ હેરોઇન વેચીને મોટો આર્થિક ફાયદો રળે. જોકે, તેના નાપાક ઈરાદા પાર પડે તે પહેલા જ કચ્છ પોલીસની બાજનજરમાં તે આવી ગયો હતો. તેણે ર૦૦ ગ્રામ ડ્રગ્સ લીધું હતું , જ્યારે પકડાયું ૧૮પ ગ્રામ છે. બાકીનું ૧પ ગ્રામ વેંચી નાખ્યું કે, સેવન કર્યું તે મુદ્દે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. 

.........

Comments

COMMENT / REPLY FROM