મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
આદિપુરમાં સગીરા પર દુષ્કર્મ નમકના બેફામ દોડતા વાહને વધુ બે શિક્ષિકાનો ભોગ લીધો રાપરના ચિત્રોડમાં ગેરકાયદેસર દબાણો દૂર : ૬૩ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ સરકારી જમીનો પરનાં ધાર્મિક અને વ્યાવસાયિક દબાણો સામે તંત્રની કાર્યવાહી પશ્ચિમ કચ્છમાં ખનીજચોરી ઠપ્પ : ખાણ-માફિયાઓમાં સન્નાટો રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ કચ્છ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંજારમાં યુવાનોને નશામુક્તિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ નેપાળ દેશમાં ભુજ મંદિરના સંતો અને નેપાલના નાણામંત્રીની ઉપસ્થિતિમાં નીલકંઠવર્ણી આશ્રમનું લોકાર્પણ ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ

મુન્દ્રામાં વાહનચોરી કરતી પંજાબની ગેંગના ૨ આરોપી ઝડપાયા, ૬ બાઇક કબજે

WhatsApp X

મુન્દ્રા અને ગાંધીધામના ૬ વણઉકેલાયેલા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો : મોમાઈ હોટેલ, ધ્રબ સીમમાંથી બંને આરોપીઓ ઝડપાયા

મુંદરા - કચ્છઉદય : કચ્છમાં વાહનચોરીના બનાવો સામે કાર્યવાહી કરતાં મુન્દ્રા પોલીસે આંતરજિલ્લા વાહનચોર ગેંગના બે આરોપીઓને ઝડપી પાડીને વાહનચોરીના છ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસની તપાસમાં બંને આરોપીઓ પાસેથી હીરો કંપનીની અલગ - અલગ મોડલની છ મોટરસાઇકલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૧.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ પંજાબના હોવાનું અને હાલ મુન્દ્રાના ધ્રબ સીમ વિસ્તારમાં આવેલી મોમાઈ હોટેલ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા આરોપીઓમાં પુરણસિંગ કરમસિંગ મજબી (શીખ) અને વિનોદકુમાર સુભાષ જાટનો સમાવેશ થાય છે. બંને હાલ મુન્દ્રા તાલુકાના ધ્રબ સીમમાં મોમાઈ હોટેલ ખાતે રહેતા હતા, જ્યારે મૂળ પંજાબના રહેવાસી છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનના પાંચ અને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક મળી કુલ છ વાહનચોરીના ગુનાઓ શોધી કાઢ્યા છે. તમામ ગુનાઓ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયેલા છે. આરોપીઓ પાસેથી પોલીસે હીરો કંપનીની છ મોટરસાઇકલ કબજે કરી છે. જેમાં જીજે- ૨૪-એબી -૪૧૭૦ નંબરની મોટરસાઇકલની કિંમત રૂ.૨૫ હજાર, જીજે- ૧૨- ઈએફ- ૩૬૦૩ નંબરની સુપર સ્પ્લેન્ડરની કિંમત રૂ.૩૦ હજાર, જીજે -૧૨- ઈઆર- ૯૬૧૭ નંબરની એચએફ ડિલક્સની કિંમત રૂ.૩૦ હજાર, જીજે- ૧૨- સીએલ- ૮૯૧૭ નંબરની સ્પ્લેન્ડરની કિંમત રૂ.૨૫ હજાર, જીજે- ૧૨- ડીએલ- ૯૫૭૨ નંબરની સુપર સ્પ્લેન્ડરની કિંમત રૂ.૩૦ હજાર અને જીજે- ૧૨- ડીએલ - ૦૯૮૨ નંબરની એચએફ ડિલક્સની કિંમત રૂ.૩૦ હજાર દર્શાવવામાં આવી છે. આમ, છ મોટરસાઇકલની કુલ કિંમત રૂ.૧.૭૦ લાખ થાય છે. આરોપી પુરણસિંગ કરમસિંગ મજબી સામે અગાઉ પણ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ વાહનચોરીનો ગુનો નોંધાયો હતો. આમ, તેની સામે અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આ સમગ્ર કામગીરી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી. ડાંગર અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી છ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી તમામ છ મોટરસાઇકલ કબજે કરતાં વાહન માલિકોને રાહત મળી છે. 

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.