ગાગોદર પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરીમાં ૪૯,૫૦૦ ચો.મી. સરકારી જમીન પરથી પાંચ દબાણો દૂર કરાયા
ગાંધીધામઃ કપૂર્વ કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે નેશનલ હાઈવે નજીક સરકારી પડતર જમીન પર થયેલા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો અને મકાનના બાંધકામો સામે ગાગોદર પોલીસે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ના માર્ગદર્શન હેઠળ ૈઁં જી.એ. સોલંકી ના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી હતી.આ કામગીરીમાં જુસા મામદ કુંભાર, હુસેન અયુબ કુંભાર, સલીમ હાસમ કુંભાર, હાજી આમદ કુંભાર અને કાસમ અયુબ કુંભારનાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. કુલ અંદાજિત ૪૯,૫૦૦ ચો.મી. જમીન અને રૂ. ૬૩ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.આ કામગીરીમાં ૈઁં જી.એ. સોલંકી (ગાગોદર પોલીસ સ્ટેશન), ૈઁં સી.એસ. કુંગસિયા (લાકડિયા પોલીસ સ્ટેશન), રાપર મામલતદાર કચેરીનો સ્ટાફ તથા ભચાઉ ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.