ભુજ - કચ્છઉદય : ભુજ-કચ્છના તમામ નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એઇમ્સ હોસ્પિટલ રાજકોટ તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા જિલ્લાની જનતાને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.આ કેમ્પની તા.૨૮-૧૧ને શનિવારના સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી જી.કે. જનરલ હોસ્પિટલ કેમ્પસ, લોટસ કોલોની સામે, ભુજ ખાતે યોજાશે, જેમાં એઇમ્સ રાજકોટના નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ વિભાગો (ન્યુરોસર્જન, યુરોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસા, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ, જનરલ મેડિસિન, હાડકા, દાંત, આયુર્વેદિક,હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડાયેટીશીયન)માં વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, અંજાર ધારાસભ્ય અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહેશે.
ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.