મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ કચ્છ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી નેપાળ દેશમાં ભુજ મંદિરના સંતો અને નેપાલના નાણામંત્રીની ઉપસ્થિતિમાં નીલકંઠવર્ણી આશ્રમનું લોકાર્પણ ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ ચૂંટણી પૂર્વે ભાજપનો માસ્ટર પ્લાન : કચ્છ ની તમામ  ૬ વિધાનસભા બેઠકો પર ૧૨ સિનિયર નેતાઓ તૈનાત થશે ગાંધીધામમાં SOG સપાટો ! ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હેરોઈન ઝડપાયું યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો

અંજારમાં યુવાનોને નશામુક્તિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ

WhatsApp X

પ્રફુલ પરમાર અને ધૃપ્તિબા જાડેજાએ યુવા સંવાદમાં અનુભવો વહેંચ્યા

ભુજ - કચ્છઉદય  : બંધારણ દિવસ નિમિત્તે માય ભારત કચ્છ દ્વારા અંજારની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ યોજાયો હતો. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના માય ભારત જિલ્લા કેન્દ્ર કચ્છ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવાનોને બંધારણીય મૂલ્યો, નાગરિક અધિકારો અને ફરજો અંગે જાગૃત કરી વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ની થીમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કચ્છના હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિતભાઈ વેધર અને આઈટીઆઈ અંજારના આચાર્ય કૃણાલ ડાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.યુથ આઈકોન પ્રફુલ પરમારે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશની વિકાસયાત્રા અને સામાજિક-આર્થિક પરિવર્તનનો ઉલ્લેખ કરી યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવા જણાવ્યું હતું. નશા જેવી સામાજિક બુરાઈઓથી દૂર રહી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પણ તેમણે આહ્વાન કર્યું હતું.સ્પોર્ટ્‌સ આઈકોન ધૃપ્તિબા જાડેજાએ પોતાની રમતગમતની સફર, સંઘર્ષ અને સફળતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે જીવનમાં શિસ્ત, સતત મહેનત, આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચયનું મહત્ત્વ સમજાવ્યું હતું. યુવાનો રમતગમત અને હકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને પોતાની ક્ષમતાઓનો વિકાસ કરે તેવો સંદેશ તેમણે આપ્યો હતો. કાર્યક્રમના સંવાદ સત્રમાં વિદ્યાર્થીઓને પ્રફુલ પરમાર અને ધૃપ્તિબા જાડેજા સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી. યુવાનોએ વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછી બંને મહાનુભાવો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. નશાના દુષ્પ્રભાવોથી બચી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.બંધારણ દિવસના મહત્ત્વને ઉજાગર કરવા ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ અને યુવા પ્રતિભાગીઓએ ભારતીય બંધારણની આમુખનું સામૂહિક વાચન કર્યું હતું. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોને જીવનમાં ઉતારી જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં યુવાનોને સમજાવવામાં આવ્યું હતું કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આર્થિક પ્રગતિની સાથે જાગૃત, શિસ્તબદ્ધ અને નશામુક્ત યુવા પેઢીનું નિર્માણ પણ જરૂરી છે. માય ભારત કચ્છ દ્વારા યુવાનોને બંધારણીય મૂલ્યો અને સામાજિક જવાબદારી સાથે જોડવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. અંતે ઉપસ્થિત મહેમાનો, સંસ્થાના પ્રતિનિધિઓ અને યુવા પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.