૩૪.૪૧ ગ્રામ હેરોઈન સાથે પંજાબના બે શખ્સોનાં નામ ખુલ્યાં, એક આરોપી ઝડપાયો; કુલ ૨૬.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છમાં ચાલી રહેલા “NO DRUGS IN EAST KUTCH CAMPAGIAN ” અંતર્ગત ગાંધીધામ ર્જીંય્ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ SOG PI એમ.સી. વાળાની ટીમે ગાંધીધામ ઝોનથી શિવમંદિર તરફ જતા સર્વિસ રોડ પર ટ્રેલરમાં દરોડો પાડી ૩૪.૪૧ ગ્રામ હેરોઈન, કિંમત ૬,૮૮,૨૦૦ ઝડપી પાડ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલા તાલુકાના હરશેસીના ગામના રેશમસિંહ ચીમાનસિંહ (ઉંમર ૩૩ વર્ષ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે પંજાબના ભઠીંડા જિલ્લાના બલોહ ગામના લખનવાંદર સિંહ ઉર્ફે લખો પાલસિંહનું નામ પણ આરોપી તરીકે સામે આવ્યું છે.પોલીસે હેરોઈન ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રેલર વાહન સહિત કુલ ૨૬,૯૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.