મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ ગાંધીધામમાં SOG સપાટો ! ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હેરોઈન ઝડપાયું યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો બંધારણીય આદર્શો પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ કચ્છમાં ૧૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક  ટ્રિપલ અકસ્માત, બે કાર નાળામાં ખાબકી નર્મદાના આગમન છતાં કેનાલ નેટવર્કની અપૂર્ણતા અને ક્ષારપ્રવેશનું ગંભીર સંકટ ખાણખનિજની ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટો ગાંધીધામમાં શંકાસ્પદ સી.પી.યુ. તેલનું કૌભાંડ ઉજાગરઃ ઝડપાયેલ હરભમ નો ઈતિહાસ-ભુગોળ ચકાસો : ખાખીનો વહીવટદાર કોણ છે?

ચૂંટણી પૂર્વે ભાજપનો માસ્ટર પ્લાન : કચ્છ ની તમામ  ૬ વિધાનસભા બેઠકો પર ૧૨ સિનિયર નેતાઓ તૈનાત થશે

WhatsApp X

૧ ડિસે.થી સેવાદૂત અભિયાનનો ધમધમાટ

 દરેક વિધાનસભા ક્ષેત્રમાં સંગઠનની સક્રિયતા, સ્થાનિક સમસ્યાઓ અને મતદારોના મિજાજનો સીધો તાગ મેળવવો : કાર્યકરો અને જનતા સાથે સંવાદ : ચૂંટણીલક્ષી રિપોર્ટ તૈયાર કરવો 

’

ભુજ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ’સેવાદૂત અભિયાન’ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર બે-બે સિનિયર નેતાઓને ’સેવાદૂત’ તરીકે મોકલવામાં આવશે, જે મુજબ કચ્છ જિલ્લાની તમામ ૬ વિધાનસભા બેઠકો પર કુલ ૧૨ સિનિયર નેતાઓ સ્થાનિક સ્તરે જવાબદારી સંભાળશે.જાણકારોના મતે ૧ થી ૨૫ ડિસેમ્બર સુધી વિશેષ અભિયાન ચાલશે. પક્ષની વિશેષ બેઠકમાં ઘડાયેલી રણનીતિ મુજબ, આ અભિયાન ૧ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર એમ કુલ ૨૫ દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કચ્છની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠકો પર નિયુક્ત કરાયેલા સેવાદૂતો જે-તે વિસ્તારનો સઘન પ્રવાસ કરશે. અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોની વાત કરીએ તો દરેક વિધાનસભા ક્ષેત્રમાં 

સંગઠનની સક્રિયતા, સ્થાનિક સમસ્યાઓ અને મતદારોના મિજાજનો સીધો તાગ મેળવવો.સરહદી અને દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોથી લઈને ઔદ્યોગિક તથા શહેરી વિસ્તારોમાં 

પક્ષના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક સાધવો. ૨૫ દિવસના અભિયાન બાદ તમામ સેવાદૂતો દરેક બેઠકની રાજકીય પરિસ્થિતિનો 

વિસ્તૃત અહેવાલ પ્રદેશ નેતૃત્વને સુપરત કરશે, જેના આધારે આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડવામાં આવશે.કચ્છ જિલ્લાની ભૌગોલિક વિશાળતા અને વિવિધતાને ધ્યાનમાં રાખીને ’સેવાદૂત અભિયાન’ દ્વારા તમામ ૬ બેઠકો પર સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે પક્ષ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.