મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ જખૌ મરીન પોલીસ સ્ટેશનના ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો કારતક સુદ પૂનમથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કાસા એકેડમી દ્વારા મહિલાઓ માટે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર અને સીવણની નિઃશુલ્ક તાલીમ ભુજમાં લોકફાળાથી ઓમશ્રી સનાતન ચોકનું નવીનીકરણ કરાયું મોટી ચીરઈ પાસે બ્રિજના ડિવાઈડર  પર ટ્રક ચડી જતાં આગ લોહિયાળ અકસ્માતો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં  ભુજમાં નિયમભંગ કરનાર વાહનચાલકો પર પોલીસનો સપાટો પાલારા જેલમાં મોબાઇલની ઘૂસણખોરી પાછળ કોની મહેરબાની ? કચ્છના માર્ગો પર અંધારપટ અને ગાયબ સાઇન બોર્ડથી અકસ્માતનો ખતરો

સામખીયારીમાં યુવકને નગ્ન કરી માર મારવાનો વીડિયો  બનાવી વાયરલ કરવાના કેસમાં ૭ આરોપીઓ ઝડપાયા

WhatsApp X

ભચાઉ :  કચ્છના સામખીયારીમાં યુવક સાથે મારપીટ કરી તેને નગ્ન અવસ્થામાં માર મારવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ગંભીર કેસમાં સામખીયારી પોલીસે સાત આરોપીઓને ઝડપી 

પાડ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી રાકેશ મારવાડી (રહે. શુભમ સોસાયટી, સામખીયારી)ના ઘરે રાત્રિના સમયે પહોંચી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમનો દરવાજો તોડી રાકેશ મારવાડી સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન નગ્ન અવસ્થામાં માર મારવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનો આરોપ છે. આ મામલે સામખીયારી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯ ૩૦૦૧ ૨૬૦૫૪૭/૨૦૨૬થી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨)(એમ), ૧૧૫(૨), ૩૫૧(૩), ૭૬, ૭૭, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૩૩૩ તથા ૈં્‌ એક્ટની કલમ ૬૬(ઈ), ૬૭(છ) હેઠળ ગુનો નોંધાયો હતો. સરહદી રેન્જના 

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. ઝાલા તથા પોલીસ સ્ટાફે કાર્યવાહી કરી આરોપીઓ (૧) ચેલા સુજાભાઈ રબારી (ઉં.વ.૨૨), (૨) હરી ઉર્ફે વિહા હરભમભાઈ રબારી (ઉં.વ.૨૫), (૩) ગોવા નાગજીભાઈ રબારી (ઉં.વ.૨૧), (૪) ભુરા કરશનભાઈ રબારી (ઉં.વ.૪૧), (૫) વાલા પબાભાઈ રબારી (ઉં.વ.૨૫), (૬) શંકર નાગજીભાઈ રબારી (ઉં.વ.૨૩) અને (૭) રાજેશ ઉર્ફે રામાભાઈ રબારી (ઉં.વ.૨૩)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.........

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.