મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો કચ્છમાં ૧૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક  ટ્રિપલ અકસ્માત, બે કાર નાળામાં ખાબકી નર્મદાના આગમન છતાં કેનાલ નેટવર્કની અપૂર્ણતા અને ક્ષારપ્રવેશનું ગંભીર સંકટ ખાણખનિજની ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટો ગાંધીધામમાં શંકાસ્પદ સી.પી.યુ. તેલનું કૌભાંડ ઉજાગરઃ ઝડપાયેલ હરભમ નો ઈતિહાસ-ભુગોળ ચકાસો : ખાખીનો વહીવટદાર કોણ છે? જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ

બંધારણીય આદર્શો પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ

WhatsApp X

અમદાવાદ રેલવે મંડળમાં ૭૭મા બંધારણ દિવસની ઉજવણી : અધિકારીઓ-કર્મચારીઓએ પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કર્યું

અમદાવાદ-કચ્છઉદય : દેશના લોકશાહી માળખા અને નાગરિક અધિકારોના આધારસ્તંભ સમાન ભારતીય બંધારણના સન્માનમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ૭૭મા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંડળ કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરી તેના મૂલ્યોનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને બંધારણની પ્રસ્તાવના વાંચી સંભળાવી હતી અને સૌને તેનું સામૂહિક પઠન કરાવ્યું હતું. આ સાથે બંધારણમાં દર્શાવેલા આદર્શો અને સિદ્ધાંતો પ્રત્યે હંમેશાં નિષ્ઠા રાખવા તથા તેની ભાવનાને અનુરૂપ ફરજો બજાવવાના શપથ લેવડાવ્યા હતા.કાર્યક્રમમાં બંધારણના મૂળભૂત ઉદ્દેશો અને તેમાં સમાવિષ્ટ મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા. ભારતની સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી ગણરાજ્ય તરીકેની ઓળખ જાળવવાની સાથે દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા સમાન તક મળે તેવા સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો. વ્યક્તિગત ગરિમા,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે નાગરિકોમાં બંધુત્વની ભાવના મજબૂત બનાવવાના મહત્વ પર પણ ભાર મૂકાયો હતો.આ ઉજવણીમાં અપર મંડળ રેલવે મેનેજર મંજુ મીણા, અપર મંડળ રેલવે મેનેજર વિકાસ ગઢવાલ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ સહિત તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. બંધારણના સન્માન સાથે લોકશાહી મૂલ્યોને કાર્ય અને વ્યવહારમાં જાળવી રાખવાનો સંદેશ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.